શોધખોળ કરો

Ahmedabad : યુવતીને પરણીત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પ્રેમીને સાથે રહેવા કર્યું દબાણ ને પછી તો...

પ્રેમસંબંધ આગળ વધતા યુવતીએ પત્નીને છોડીને પોતાની સાથે રહેવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાથી કંટાળીને યુવકે તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

અમદાવાદઃ જાન્યુઆરી 2020માં સાણંદની કેનાલમાંથી મળી આવેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીની હાથ-પગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. હવે સાણંદ કેનાલમાંથી લાશ મળવાના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં યુવતીની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મૃતક મહિલાને એક પરણીત યુવક સાથે પ્રેમસંબંધ હતા. પ્રેમસંબંધ આગળ વધતા યુવતીએ પત્નીને છોડીને પોતાની સાથે રહેવા માટે દબાણ કરવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમિકાથી કંટાળીને યુવકે તેની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. જાન્યુઆરી 2020માં યુવકે પોતાની પત્ની સાથે મળીને મહિલાને હાથ-પગ બાંધીને કેનાલમાં ફેંકી દીધી હતી. જેને કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસને સફળતા મળી છે તેમજ હત્યારા પતિ-પત્ની ધરપકડ કરીને સમગ્ર હત્યા કેસ ઉકેલી નાંખ્યો છે. 

અન્ય એક ઘટનાની વાત કરીએ તો, ગત 10મી સપ્ટેમ્બરે શહેરના દધીચી બ્રિજ પરથી કૂદીને યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ યુવકના આપઘાતના કેસમાં સૂસાઇડ નોટ મળી આવી છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, પિતા એ સપનામાં આવી ને કહ્યું કે "તારા કારણે મારુ મોત થયું". હું પિતાની માફી માંગવા તેમની પાસે જાઉં છું,  તેમ લખી આપઘાત કર્યો હતો. મૃત યુવક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં હકીકત બહાર આવી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

આ અંગેની વધુ વિગતો એવી છે કે, ગત 10મી સપ્ટેમ્બરે 33 વર્ષીય રજનીકાંત પરમાર નામના યુવકે પુલ પરથી કૂદકો તો લગાવ્યો હતો પણ તંત્રએ સુરક્ષા માટે ગોઠવેલી જાળીમાં તે ફસાઈ લટકી ગયો હતો. જોકે, આ પછી હાથ લપસતા યુવક મોતને ભેટ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ જે તે સમયે સામે આવ્યો હતો. 

વીડિયોમાં જોઈ શકાય છે કે, પુલ પરથી પસાર થતાં લોકો યુવકને બચાવવા આમ તેમ હવાતિયા મારી રહ્યા હતા અને રાડ બૂમ કરી રહ્યા હતા પણ છેલ્લી ઘડીએ યુવકનો હાથ રેલિંગ પરથી લપસતા યુવક સીધો નદીમાં પટકાયો હતો જે બાદ યુવકનું કરૂણ મોત થયું હતું. 

પોલીસને તપાસ દરમિયાન ચોપડાના પેજમાં પેનથી લખેલી એક નોટી મળી આવી હતી. જેમાં ભાઈ સોરી લખેલું હતું. આ પછી લખ્યું હતું કે, નયનભાઈ મને માફ કરજો. તમને એકલા મુકીને જાઉ છું, પણ શું કરું પપ્પાની બોવ યાદ આવ છે. પપ્પાએ મને જ્યારે આવીને કીધું કે મારા કારણે એમનું મોત થયું છે, ત્યારનો પરેશાન છું. ખરેખર મેં માતાજીની કોઈ ભુલ કરી દીધી છે, જેના લીધા આવુ થયું અને હું આ બોજ લઈ જીંદગી નઈ જીવી શકુ કે પપ્પાનું મોત મારા કારણે થયું છે. મગજ કામ કરતું નથી. ગાંડો થઈ જઇશ તો તમારે ઉપાધી આવી જશે અને તમારો આભાર મને ચાર મહિનાથી સાચવો છો અને મારું વેઠો છો છતા મને કંઈ બોલતા નથી. કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget