શોધખોળ કરો

Ahmedabad: શહેરના પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગો ફાટી નીકળ્યા, સ્થિતિ જોતા AMC શરૂ કર્યુ આ કામ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે

Ahmedabad News: ચોમાસાની સિઝન પુરી થવાની તૈયારીમાં છે, ઋતુ અંતિમ તબક્કામાં છે, અને ઠેર ઠેર પડેલા વરસાદના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા ઉલટી અને ટાઇફૉઇડના કેસોમાં સતત વધારો નોંધાતા એએમસી તંત્ર હરકતમાં આવી ગયુ છે, અને દવાનો છંટકાવ અને ફૉગિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો સતત વધી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ઝાડા-ઊલટી, ટાઇફૉઇડ, કમળાના કેસોમાં વધારો થયો છે. હાલની સ્થિતિમાં અમદાવાદમાં ડેન્ગ્યૂના ૫૬૬ કેસો અને મેલેરિયાના ૧૨૪ કેસ નોંધાયા છે. એટલું જ નહીં એક સપ્તાહમાં ડેન્ગ્યૂના ૧૭૩, મેલેરિયાના ૪૧ કેસનો વધારો થયો હોવાની પણ વાત છે. આને લઇને હવે AMCએ શહેરમાં ઠેર ઠેર ફૉગિંગ અને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ છે. 

ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ 

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?

DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.

જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો

ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)  થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Embed widget