અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ઉડ્યા ધજાગરા, એક કલાકના વરસાદમાં અનેક સોસાયટીમાં ભરાયા પાણી
અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ પડતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વરસાદ પડતા જ વેજલપુર ગામમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે.
અમદાવાદ: અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ પડતા અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વરસાદ પડતા જ વેજલપુર ગામમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય વરસાદ થતાં જ પાણી ભરાવાની સમસ્યા શરુ થઈ છે. એક કલાકના વરસાદમાં અમદાવાદ શહેરમાં અનેક સ્થળે પાણી ભરાયા છે. એસપી રીંગ રોડ પર સોસાયટીઓમાં ગૂંઠણસમા પાણી ભરાયા છે. શેલા ગામ તરફ જતા આકાશ રેસીડેન્સી બહાર પણ પાણી ભરાયા છે. વેજલપુરમાં શ્રીનંદ નગર સોસાયટીમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે.
સ્માર્ટ સિટી અમદાવાદ શહેર કે જ્યાં વરસાદ પડતાની સાથે જ ભ્રષ્ટાચારના ભૂવા પડવાનું શરૂ થયું છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં જ્યાં એક સાથે બે ભૂવા અને રોડ બેસી જવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે પડેલા વરસાદે અમદાવાદ પ્રશાસનની પ્રિ-મોન્સૂનની કામગીરી પોલ ખોલી નાખી છે. ભૂવો પડવાના કારણે અડધો રસ્તો બંધ થયો છે જેથી પીક અવર્સમાં ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઈ છે. ભૂવો પડવાથી વાહનચાલકોની સાથે આસપાસ આવેલી સોસાયટીના રહીશો પણ પરેશાન બન્યા છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં કચ્છ, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, અરવલ્લીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તો વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આગામી એક કલાકમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને સાબરકાંઠામાં સારો વરસાદ પડશે. આ સિવાય રાજ્યમાં આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે આપી છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારથી અમદાવાદમાં ફરી ભારે વરસાદ વરસી શકે છે. આજે નવસારી, વલસાડ, દમણ,દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર,નર્મદા, ભરૂચ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.
સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદનીઆગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, નર્મદા, અમરેલી, જૂનાગઢ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે નવસારી, વલસાડ, દમણ, જૂનાગઢ, ભરૂચ, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, સુરેંદ્રનગર, રાજકોટ, પોરબંદર,દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.