શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધારે 5258 કેસ નોંધાયા, 25ના મોત અને 2504 ડીસ્ચાર્જ

ગુરૂવારે શહેરમાં 25 હજારથી વધુ લોકોએ કોરોના વિરૂદ્ધની રસી મૂકાવી છે. તો વકરતા કોરોના સંક્રમણ વચ્ચે તાત્કાલિક સારવાર માટે 1200 બેડની કોવિડની ઓપીડી બંધ કરવામાં આવી છે.

અમદાવાદમાં 28 દિવસ બાદ પ્રથમ વખત દૈનિક કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં નવા 5258 કેસ નોંધાયા છે. બુધવારે નોંધાયેલા કેસ કરતા ગુરૂવારે 414 કેસ ઓછા નોંધાયા છે. આ ઉપરાંત બીજી રાહતની વાત એ છે કે શહેરમાંથી 2504 દર્દી એક જ દિવસમાં કોરોનાથી મુક્ત થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના આજે 59 હજાર એક્ટિવ કેસ છે. તો અમદાવાદમાં રસીકરણની કામગીરીએ પણ વેગ પકડ્યો છે.

ગુરૂવારે અમદાવાદ શહેરમાં 25 હજારથી વધુ લોકોએ કોરોના વિરૂદ્ધની રસી મૂકાવી છે. તો વકરતા કોરોના સંક્રમણ વચ્ચે તાત્કાલિક સારવાર માટે 1200 બેડની કોવિડની ઓપીડી બંધ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી હોસ્પિટલોમાં પોઝિટિવ દર્દીને દાખલ કરવા એમ્બ્યુલંસની લાઈનો લાગે છે. તેમજ મોટાભાગના દર્દી ગંભીર હાલતમાં આવતા હોવાથી 1200 બેડ અને મંજુશ્રી હોસ્પિટલ ભરાઈ ગઈ છે. ત્યારે સિવિલ પ્રશાસન પાસે હવે વધુ બેડ વધારી શકાય તેવી કોઈ સ્થિતિ નથી. જેથી એમ્બ્યુલંસ અને પ્રાઈવેટ વાહનોમાં આવતા દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે અને જીવ બચાવી શકાય તે માટે 1200 બેડ હોસ્પિટલની ઓપીડી બંધ કરવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની સાથે સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં 382 બેડ ખાલી છે. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં કુલ નવ હજાર 388 પૈકી 382 બેડ ખાલી છે. જેમાં એક વેંટીલેટર અને છ આઈસીયુ બેડ ખાલી છે. અસારવા સિવિલ અને સોલા સિવિલ સહિત છ સિવિલ હોસ્પિટલ, એસવીપી, વીએસ, એલજી, શારદાબેન હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ઈએસઆઈસી હોસ્પિટલ શહેરની કોવિડ હોસ્પિટલોમાં 382 ક્રિટિકલ બેડ ખાલી છે.

અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલોની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલમાં કુલ 468 બેડ પૈકી તમામ બેડ ભરેલા છે. જ્યારે વીએસ હોસ્પિટલના કુલ 129 પૈકી તમામ બેડ ફુલ છે. એલજી હોસ્પિટલના કુલ 240 પૈકી આઠ બેડ ખાલી છે. તો શારદાબેન હોસ્પિટલના તમામ 138 બેડ ફુલ છે. અમદાવાદ શહેરની 170 ખાનગી હોસ્પિટલના કુલ ચાર હજાર 756 પૈકી 243 બેડ બેડ ભરેલા છે. તો 187 નર્સિંગ હોમના એક હજાર 114 બેડ પૈકી 72 બેડ ભરેલા છે. અમદાવાદની છ સિવિલ હોસ્પિટલના કુલ બે હજાર 497 પૈકી 59 બેડ ભરેલા છે. તો ઈએસઆઈસીના તમામ 46 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 9544 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,08,368 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794  પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82  ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન-18, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 13, મહેસાણા-5, જામનગર કોર્પોરેશન- 10,  સુરત-4, જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 3, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેન્દ્રનગર-8, વડોદરા-7, ભાવનગર 3, કચ્છ 8, ભરુચ 2,  ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ખેડા 0, જૂનાગઢ કોર્પોરેશ 2, અમરેલી 0, જૂનાગઢ 5, વલસાડ 1, નવસારી 0, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, તાપી 0, મહીસાગર 4,  અરવલ્લી 0, છોટા ઉદેપુર 0, મોરબી 4, સાબરકાંઠા 9, નર્મદા 0, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 4, પોરબંદર 0, બોટાદ 1, રાજકોટ 8 અને ડાંગમાં 3 મોત સાથે કુલ 180 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 5258,  સુરત કોર્પોરેશન-1836, વડોદરા કોર્પોરેશન-639, રાજકોટ કોર્પોરેશ 607, મહેસાણા-511, જામનગર કોર્પોરેશન- 386,  સુરત-356, જામનગર-315, ભાવનગર કોર્પોરેશન 242, પાટણ 241, બનાસકાંઠા 231, દાહોદ 227, સુરેન્દ્રનગર-227, વડોદરા-221, ભાવનગર 202, કચ્છ 186, ભરુચ 185,  ગાંધીનગર-178, ગાંધીનગર કોર્પોરેશન-171, ખેડા 169, જૂનાગઢ કોર્પોરેશ 163, અમરેલી 146, જૂનાગઢ 130, વલસાડ 130, નવસારી 128, આણંદ 125, ગીર સોમનાથ 119, પંચમહાલ 116, તાપી 115, મહીસાગર 105,  અરવલ્લી 93, છોટા ઉદેપુર 92, મોરબી 87, સાબરકાંઠા 82, નર્મદા 73, અમદાવાદ 61, દેવભૂમિ દ્વારકા 47, પોરબંદર 42, બોટાદ 35, રાજકોટ 29 અને ડાંગમાં 21  કેસ સાથે કુલ 14327 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,33,415 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 22,89,426 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,19,22,841 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget