Sabarmati Riverfront: સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 બનાવવાની સરકારની જાહેરાત, ક્યાં સુધી ફેઝ-2નું કામ થશે પૂર્ણ, જાણો
અમદાવાદનો મહત્વકાંક્ષી પ્રૉજેકેટ સાબરમતી રિવરફ્રન્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર હવે આ પ્રૉજેક્ટને આગળ વધારવા માટે નેક્સ્ટ લેવલ પર કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે
![Sabarmati Riverfront: સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 બનાવવાની સરકારની જાહેરાત, ક્યાં સુધી ફેઝ-2નું કામ થશે પૂર્ણ, જાણો Ahmedabad Sabarmati Project: govt announcement of making Sabarmati Riverfront Phase three after phase two in the ahmedabad Sabarmati Riverfront: સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 બનાવવાની સરકારની જાહેરાત, ક્યાં સુધી ફેઝ-2નું કામ થશે પૂર્ણ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/03/1b6d019b0ff69f5a75ea756c10b24ef7170693534688977_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ahmedabad Sabarmati Project: અમદાવાદનો મહત્વકાંક્ષી પ્રૉજેકેટ સાબરમતી રિવરફ્રન્ટને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર હવે આ પ્રૉજેક્ટને આગળ વધારવા માટે નેક્સ્ટ લેવલ પર કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે, આ અંતર્ગત હવે સરકારે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 3 બનાવવાની જાહેરાત કરી છે. આ કામની સમગ્ર કામગીરી દુબઇના શોભ ગૃપને સોંપાશે, વર્ષ 2026-27 સુધીમાં ફેઝ-2 બનીને તૈયાર કરવા AMCની તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં સાબરમતી પ્રૉજેક્ટને આગળ વધારવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3 બનાવવાની સરકારે જાહેરાત કરી છે. ફેઝ-3ની જાહેરાત પહેલા ફેઝ-2ની કામગીરી 40 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન ફેઝ-2ને શાહીબાગથી ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવામાં આવશે. ફેઝ-2માં મુખ્ય વૉક-વે સાથે ગાર્ડનિંગ અને લૉઅર પ્રૉમિનાડ બનીને તૈયાર થશે. ફેઝ-3ને ઇન્દિરા બ્રિજથી ગિફ્ટ સીટી થઈ મંત્રીમંડળ નિવાસસ્થાન સુધી લંબાવવામાં આવશે. ફેઝ-3ની કામગીરી દુબઇના શોભા ગૃપને સોંપાશે અને વર્ષ 2026-27 સુધીમાં ફેઝ-2 2 બનીને તૈયાર કરવા માટે AMCની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
સૌરાષ્ટ્રના મુસાફરો માટે મહત્વનો નિર્ણય, અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી એસટી વોલ્વો બસ દોડશે
ગુજરાતના એસટી વિભાગ દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે એસટી વોલ્વો બસ શરૂ થશે . વિવિધ જિલ્લાઓમાંથી અન્ય દેશમાં અને ભારતના અન્ય રાજ્યોમાં જવા ઈચ્છતા મોટાભાગના લોકોને અમદાવાદ એરપોર્ટ ખાતેથી મુસાફરી કરવાની હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે. મુસાફરોની સવલતમાં વધારો કરવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આ એસટી બસની વોલ્વો સેવા 5 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. જેમાં એક બાજુનું ભાડુ 543 રૂપિયા હશે. આ બસ સેવા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધાસભર બસ કનેક્ટિવિટી મળી રહે. સવારે અને સાંજે બસ સેવા પૂરી પાડવામાં આવશે.
મુસાફરોને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી ખાનગી બસોમાં વધુ રૂપિયા ચૂકવવા નહિ પડે, અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ ટ્રાન્સપોર્ટશનની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટને GSRTC સાથે જોડવાનો પ્રથમ પ્રયાસ કરાયો છે. અમદાવાદ એરપોર્ટથી હવે રાજકોટ સુધીની વોલ્વો બસની કનેક્ટિવિટી મળી શકશે. GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે. આ બસ સુવિધાનો પ્રારંભ 5 ફેબ્રુઆરીથી થશે. મુસાફરો 553 રૂપિયા ભાડુ ચૂકવીને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ પહોંચી શકશે.
નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો બસનો શુભારંભ કરાશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા સવારે 6.00 કલાકે બસ મળી રહેશે. જ્યારે રાજકોટથી અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવવા સાંજે 17.00 કલાકે બસની સુવિધા મળશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખાસ પોટા કેબીન દ્વારા બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસનું અરાઈવલ તથા ડિપાર્ચર થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)