Ahmedabad: બાપુનગરમાં પુત્રએ કરી માતાની હત્યા, બાદ ફિનાઇલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
Ahmedabad Crime News: પુત્રએ માતાની હત્યા શું કામ કરી અને પોતે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
Ahmedabad News: અમદાવાદમાં એક ચકચારભરી ઘટના બની છે. શહેરના બાપુનગર વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કર્યા બાદ ખુદ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાપુનગર વિસ્તારમાં આવેલા ભગવતીનગરમાં પુત્રએ લોખંડના હથોડા મારી માતાની હત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. પુત્ર દારૂની નશાની ટેવ ધરાવતો હતો.
માતાની હત્યા બાદ પુત્રએ ગટગટાવ્યું ફિનાઇલ
માતાની હત્યા બાદ પુત્રએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પુત્રએ માતાની હત્યા શું કામ કરી અને પોતે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તેની તપાસ પોલીસે શરૂ કરી છે.
ઠક્કનગરમાં નાની બહેનનો પતિ શંકાશીલ હોવાથી બે બહેનનો એક જ ઘરમાં સાથે રહવું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મારે બીજે પ્રેમ સબંધ છે કહી પત્નીને મારઝૂડ કરતો હતો. અગાઉ બન્ને બહેનો પિયરમાં રહેવા ગઇ તો પતિએ ફોન કરીને તું અને તારી બહેન અમદાવાદ પગ મૂકતા નહી તમને રાખવી નથી. જ્યારે શુક્રવારે તું તારી બહેનને મારા વિરુધ્ધ ચઢાવે છે કહી તલવાર લઇ આવીને પતિએ બન્ને બહેનને મારી નાંખવાની ધમકી આપી હતી.
મૂળ ઉત્તર પ્રદેશની ૩૨ વર્ષની મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠક્કરનગરમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાની બહેનના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા, બાદમાં બહેનના દિયર સાથે ફરિયાદી મહિલાના લગ્ન થયા હતા લગ્નના એક વર્ષ સુધી સાસરીયા સારી રીતે રાખતા હતા, બાદમાં ઘરકામ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા.
દિકરીના જન્મ બાદ ફરિયાદી મહિલા ઉપર શંકા રાખીને મારઝૂડ કરતો હતો, એટલું જ નહી મારે બીજે પ્રેમ સબંધ છે માટે તને રાખવી નથી તેમ કહીને પતિ મારઝૂડ કરતો હતો જો કે એક ઘરમાં પતિ પત્ની જૂદા રહેતા હતા. અગાઉ બન્ને બહેનો ઉત્તર પ્રદેશ પિયરમાં રહેવા ગઇ હતી તો પતિએ ફોેન કરીને ફરિયાદી મહિલાને કહ્યું હતું કે તું અને તારી બહેન અમદાવાદ મારા ઘરમાં પગ મુકતા નહી તમને રાખવા નથી. બાદમાં સમાધાન કરીને બન્ને બહેનો સાથે રહેતી હતી ગઇકાલે રાત્રે બન્ને બહેનો વાત કરતી હતી આ સમયે પતિ આવી જતાં સાળીને કહ્યુ તું તારી બહેનને મારી વિરુધ્ધ ચઢાવે છે કહીને ઘરમાં તલવાર લઇ આવીને ધમકી આપી કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાંજ કરી દે મને કોઈનો ડર નથી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.