Arvind Kejriwal AAP Road Show Live : નિકોલના ખોડિયાર મંદિરથી સરદાર મોલ સુધી કેજરીવાલનો રોડશો
Arvind Kejriwal AAP Road Show : આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે.
Background
Arvind Kejriwal Road Show : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ગંધી આશ્રમની મુલાકાત લીધી હતી.
25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા : કેજરીવાલ
રોડશોમાં કેજરીવાલે દાવો કર્યો કે દિલ્હી, પંજાબ ની કોઈ પણ સરકારી કચેરીમાં જઇ ને જુઓ. પંજાબમાં 10 દિવસમાં ભ્રષ્ટચાર ખતમ જ્યારે ગુજરાતમાં 25 વર્ષમાં ભાજપ નેતાઓ ભ્રષ્ટાચાર ખતમ ના કરી શક્યા.
રોડશોમાં સામેલ થવા રૂપિયા વહેંચાયાનો વિડીયો વાયરલ
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં સામેલ થવા માટે રૂપિયા વહેચાતા હોવાનો એક વિડીયો વાયરલ થયૉ છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવાનો આમ આદમી પાર્ટીનો ખેંસ અને રૂપિયા આપતા દેખિઅ રહ્યાં છે. આ વિડીયો રોડશો પહેલાંનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયો ભાજપ નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યો છે, જુઓ આ વિડીયો -
AAP distributing cash to people to participate in Arvind Kejriwal’s roadshow in Gujarat…
— Amit Malviya (@amitmalviya) April 2, 2022
बहुत क्रांतिकारी। pic.twitter.com/mRpmKUYSOR





















