શોધખોળ કરો

Arvind Kejriwal Gujarat visit: અમદાવાદમાં રિક્ષાવાળાને ત્યાં જમવા જશે કેજરીવાલ, આવું હશે મેનુ

Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલક સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષા ચાલકોને વચન આપ્યું.

Arvind Kejriwal Gujarat visit: વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલક સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં અરવિંદ કેજરીવાલે ઓટો રીક્ષા ચાલકોને વચન આપ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઓટો રીક્ષા ચાલકોના સંતાનો માટે શાળાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત બીમારીમાં ઓટો રીક્ષા ચાલકોને રૂપિયા દસ લાખ સુધીની ફ્રી સારવાર આપવામાં આવશે.

તો બીજી તરફ સાંજે 8 કલાકે અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલકના ઘરે જમવા જશે. અરવિંદ કેજરીવાલ રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે ભોજન લેશે. ABP અસ્મિતા સાથે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ વાત કરી. રિક્ષા ચાલકે કહ્યું કે, પંજાબના એક રિક્ષાચલાકના ઘરે અરવિંગ કેજરીવાવ જમવા ગયા હતા તેનો એક વિડીયો જોયા બાદ મને વિચાર આવેલો. તેમણે એમ પણ કહ્યું કે, મેં અગાઉ કોઈ તૈયારી નહોતી કરી. અમે દાળ, ભાત, રોટલી, દહીંનું રાયતું અને શિરો જમાડવાના છીએ. અરવિંદ કેજરીવાલએ આમંત્રણ સ્વીકાર્યું એટલે હવે અમે તૈયારીઓ ચાલુ કરી છે. કેજરીવાલ સાથે અન્ય ત્રણ લોકો ભોજન લેવા આવવાના છે એવું જાણવા મળ્યું છે.

તો વળી રિક્ષા ચાલકો સાથેના સંવાદમાં કેજરીવાલે હિન્દુત્વ ઉપર ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે હું જે યોજનાઓની વાત કરું છું તેને તે લોકો ફ્રી ની રેવડી કહે છે. હિન્દુ શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે બીમારની સારવાર કરવાથી પુણ્ય મળે છે. આ પુણ્યએ લોકો કમાવા નથી દેતા આતો કેવા હિન્દુ છે. ધારાસભ્યો અને સાંસદોને મળતી ફ્રી સેવાઓ ટિપ્પણી કરતાં કેજરીવાલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફરી મળે છે તો લોકોને 300 યુનિટ ફ્રી વીજળી કેમ ન મળવી જોઈએ. તેઓને રેવડી ખાવી છે પરંતુ પ્રજાને રેવડી આપવી નથી.

કેજરીવાલે રીક્ષા ચાલકોને વિનંતી કરતા જણાવ્યું હતું કે, હવે માત્ર બે મહિના બાકી છે, દરરોજ તમારી રિક્ષામાં જે મુસાફરો બેસે તેને એક મોકો કેજરીવાલને આપવાની વિનંતી કરજો જો કોઈ સવાલ પૂછે તો તેને જવાબ આપજો કે કેજરીવાલ કટર ઈમાનદાર છે. તે ઝેરી દારૂ નથી વેચતો, કેજરીવાલ લાખો કરોડો રૂપિયા ખર્ચીને ધારાસભ્ય નથી ખરીદતો. આમ કેજરીવાલે રિક્ષા ચાલકોને પોતાની પાર્ટીની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

ABP Premium

વિડિઓઝ

Surat Traffic Police: સુરતમાં ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી, નો પાર્કિંગમાંથી પોલીસનું ટુ વ્હીલર ટોઈંગ કર્યુંBotad News: બોટાદમાં તાલુકા સેવા સદનમાં આધારકાર્ડની પ્રક્રિયામાં લાઈનો લાગતાં હાલાકીChintan Shivir: સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન શિબિરને લઈને તૈયારીઓને આખરી ઓપAnand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Election: બંદુકની અણીએ મતદારોને રોકવાનો પ્રયાસ, અખિલેશ યાદવે વીડિયો શેર કરી પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Assembly Elections 2024 Live: મુકેશ અંબાણીએ મુંબઈમાં પરિવાર સાથે મતદાન કર્યું, જાણો 3 વાગ્યા સુધીમાં કેટલું થયું વોટિંગ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Maharashtra Elections 2024: સલમાન ખાને મુંબઈમાં કર્યું મતદાન, કડક સુરક્ષા સાથે વોટિંગ બૂથ પર પહોંચ્યો ભાઈજાન

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

Grahan 2025: વર્ષ 2025માં ક્યારે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, અહીં જાણો તારીખ અને સમય

Embed widget