Ahmedabad: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના ધ્વજ દંડનું અમદાવાદમાં થઈ રહ્યું છે નિર્માણ, જાણો વિશેષતા
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યાંછે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફુટ ઉંચો ધ્વજ દંડ છે.
Ahmedabad News: અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થશે. મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.રામ લાલાના અભિષેકના એક સપ્તાહ પહેલા પૂજા શરૂ થશે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજ દંડ તૈયાર થઈ રહ્યાંછે. જેમાં મુખ્ય ધ્વજ દંડ 5500 કિલો વજનનો અને 44 ફુટ ઉંચો ધ્વજ દંડ છે. મુખ્ય ધ્વજ દંડ સિવાય 20 ફુટ અને 700 કિલો વજનના છ ધ્વજ દંડ બની રહ્યાં છે.
- ૫૫૦૦ કિલો વજન નો ૪૪ ફુટ ઉંચો ધ્વજ દંડ
- મુખ્ય ધ્વજ દંડ સિવાય ૨૦ ફુટ અને ૭૦૦ કિલો વજનના છ ધ્વજ દંડ
- મંદિરના દરવાજા માટે સ્પેશિયલ પિત્તળનું હાર્ડવેર તૈયાર કરાયું
- મંદિરના દરવાજાના એક મીજાગરાનુ વજન ૧૦ કિલો
- દરવાજામાં લાગનાર પીવોટ સીસ્ટમ ૪૫ કિલોની
- ભરતભાઇ મેવાડાએ ૪૨ દરવાજાના હાર્ડવેર તૈયાર કરી અયોધ્યા મોકલ્યા
- ધ્વજ દંડ અને હાર્ડવેર માટે વપરાયેલુ પિત્તળ સ્પેશ્યલ ગ્રેડનુ
- અંદાજે ૧૫ હજાર કિલો પિત્તળનો થયો ઉપયોગ
- ૪૪ ફુટના ધ્વજ દંડમાં ૧૯ પર્વ અને ૨૦ રીંગ , નાગર શૈલીના આધારે તૈયાર થયો ધ્વજ દંડ
- છ ધ્વજ દંડમાં ૯ પર્વ અને ૧૦ રીંગ
- સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધી થી તૈયાર થયા છે ધ્વજ દંડ
- શાસ્ત્રો મુજબ મંદિરના મેજરમેન્ટ પ્રમાણે લંબાઇ અને વજન મુજબ ધ્વજ દંડ તૈયાર થયો
- શિખરની ઉંચાઇ ૧૬૨ ફુટ જેના પર ૪૪ ફુટનો ધ્વજ દંડ લાગશે જેની સાથે મંદિરની ઉચાઇ ૨૦૦ ફુટને થશે પાર
દેવઆર્ટ / શ્રીઅંબિકા એન્જિનિયપિંગ વર્ક્સના સંચલાક ભરતભાઈ મેવાડાએ જણાવ્યું, આ અમારી ત્રીજી પેઢી છે. અમારો મેવાડા પરિવાર છેલ્લાં 81 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેમાં અમે અનેક મંદિરો માટે ધ્વજ દંડ બનાવ્યા છે. આ સિવાય અમે અનેક મંદિરો માટે અન્ય કામગીરી પણ કરી છે. જ્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય તે દિવસે 12.39 ના શુભ મુહુર્તે જ ભગવાનની મૂર્તિ, ધ્વજ દંડ અને કળશ એમ ત્રણેયની પૂજા કરાશે. આ ધ્વજ દંડ રામ મંદિરમાં લાગવાના હોઈ જેને જેને ખબર પડે છે તેઓ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે. તેઓ કહે છે કે, ભગવાનની મૂર્તિ, કળશ અને ધ્વજ દંડ પૂજની હોય છે, અને તેનું મહત્વ હોય છે, તેથી લોકો અત્યારથી જ આ ધ્વજ દંડના દર્શને આવી રહ્યાં છે.
#WATCH | Gujarat: Bharat Mewada, MD of Shree Ambika Engineering Works (a company which has been assigned the construction work of the flag pole) says, "The work of constructing the flag poles for the Ram temple in Ayodhya has been assigned to us. The work is underway in full… pic.twitter.com/fNKykwnAq4
— ANI (@ANI) December 5, 2023