શોધખોળ કરો
બે બાઇક વચ્ચે અકસ્માત થતા લોકોએ BRTS બસની તોડફોડ કરી, જાણો કેમ

અમદાવાદઃ ચંડોળા તળાવ નજીક લોકોએ BRTS બસમાં તોડ ફોડ કરી હતી. ઘટનાની જાણવાના મળતી માહિતી મુજબ BRTS રૂટ પર બે બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો. જેમા બાઇક સવારોને ઇજા થઇ હતી ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી BRTS બસ ઉભી રહેતા લોકોને ગેરસમજ થઇ હતી કે, આ કસ્માત BRTS બસે સર્યો હોવાનું સમજીને બસની તોડફોડ શરૂ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આપવીને તપાસ હાથ ઘરી હતી.
વધુ વાંચો





















