શોધખોળ કરો
Advertisement
ભારત બંધઃ અમદાવાદ પાસેની કઈ એપીએમસીના સ્વયંભૂ બંધના એલાનને પગલે દોડી આવ્યા સત્તાધીશો?
સવારે 7 વાગ્યાથી ખેડૂતોએ સ્વયંભૂ ન આવતા સાણંદ એ.પી.એમ.સી. બંધ જોવા મળ્યું હતું. આ પ્રકારને અહેવાલ આવતાં એપીએમસીના સેક્રેટરી ગિરીશ પટેલ સાણંદ એ.પી.એમ.સી. દોડી આવ્યા હતા.
અમદાવાદઃ આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદલોન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે સાણંદ એ.પી.એમ.સી દ્વારા સ્વયંભૂ બંધના એલાનના અહેવાલ બાદ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. સવારે 7 વાગ્યાથી ખેડૂતોએ સ્વયંભૂ ન આવતા સાણંદ એ.પી.એમ.સી. બંધ જોવા મળ્યું હતું. આ પ્રકારને અહેવાલ આવતાં એપીએમસીના સેક્રેટરી ગિરીશ પટેલ સાણંદ એ.પી.એમ.સી. દોડી આવ્યા હતા.
સાણંદ શહેરના સ્થાનિક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરવામાં આવી છે. બંધના એલાન વચ્ચે સાણંદ પોલીસે અટકાયત કરી છે. સાણંદનું મુખ્ય બઝાર સ્વંયભુ બંધ અવસ્થામાં જોવા મળ્યું હતું. ખેડૂતોએ આપેલા બંધના એલાન વચ્ચે સાણંદ મુખ્ય બઝારની દુકાનો બંધ જોવા મળી હતી. સવારના સમયથી જ નગરપાલિકા રોડ પરની શરૂ દુકાનો થતી હોય છે. પોલીસકર્મીઓ એકી સાથે ભીડ ન થાય તે માટે લોકોને દૂર કરી રહી છે.
સાણંદ ખાતે મોડી રાતે ભારત બંધના સમર્થનમાં કોંગ્રેસના આગેવાનોએ ટાયર સળગાવ્યા હતા. રોડ પર ચક્કાજામ કરવાનો સાણંદ કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રયાસ કરાયો હતો. મોડી રાતે ભારત બંધના સમર્થનમાં વિરોધ કરાયો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement