કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?
જગદીશ ઠાકોરના 130 બેઠકો જીતવા સામેના નિવેદન સામે અલ્પેશ ઠાકોરે શુભકામનાઓ આપી. કોંગ્રેસનું લક્ષ્ય 130 છે, અમારા પ્રમુખનું લક્ષ્ય 182નું છે.
મહેસાણાઃ ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના 130 બેઠકો જીતવાના દાવા મુદ્દે ગઈ કાલે મોટું નિવેદન આપ્યું હતું. જગદીશ ઠાકોરના 130 બેઠકો જીતવા સામેના નિવેદન સામે અલ્પેશ ઠાકોરે શુભકામનાઓ આપી. કોંગ્રેસનું લક્ષ્ય 130 છે, અમારા પ્રમુખનું લક્ષ્ય 182નું છે. ચૂંટણી જીતવાની ચોક્કસ તૈયારીઓ હોય છે જે ભાજપ માર્ચ એપ્રિલમાં પૂર્ણ કરી દેશે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મેં ગત મહિને પણ પદયાત્રા કરી હતી. આ પદયાત્રાને આપ રાજકીય અને સામાજિક બંને રીતે જોઈ શકો. સંગઠનનો વ્યાપ વધારવા આ પદયાત્રા છે. વ્યસનમુક્તિના અભિયાન સાથે મેં શરૂઆત કરી હતી, જેમાં અમે સફળ થઈ રહ્યા છે. ઠાકોર સમાજમાં 90 ટકા લોકો વ્યસનમુક્તિ તરફ વળ્યા છે. અમારી વિચારધારા સફળ કરવા અમે મહેનત કરી રહ્યા છીએ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે આજે શક્તિપ્રદર્શન યોજ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાયા હતા. ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરના બેનર લાગ્યા હતા. કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના ફોટા સાથે બેનર લાગ્યા હતા. ભાજપના માહામંત્રી રજનીભાઇ પટેલ સહિત ભાજપના નેતાઓના બેનર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યના બેનર લાગ્યા હતા.
ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે. ઠાકોર સમાજનું આ સંગઠન હોવાના કારણે હું જોડાયો છું. હું ઠાકોર સેનાનો બીજા નંબરનો હોદ્દેદાર હોવાથી આજની યાત્રામાં જોડાયો છું. અલ્પેશ ઠાકોરની યાત્રામાં ભાજપના નેતાઓના બનેરો છતાય કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહ્યા હતા. સમાજ માટેનું આ સંગઠન અને સામાજિક હેતથી આ યાત્રા હોવાનો દાવો ભરતજી ઠાકોરે કર્યો હતો.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરતજી ઠાકોર પણ પદ યાત્રામાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરની પદ યાત્રામાં કોગ્રેસ ભાજપ બન્ને પક્ષના નેતા જોડાયા હતા.
અલ્પેશ ઠાકોર મરતોલી ગામથી બહુચરાજી સુધીની પદયાત્રા કરશે. આ યાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાશે. સાંજે ચાર વાગે બહુચરાજી ખાતે સભા યોજાશે. યાત્રા રૂટમાં આવતા ગામોના લોકો સાથે અલ્પેશ ઠાકોર ચર્ચા કરશે. સવારે ૯ વાગે મરતોલી ગામથી યાત્રા શરૂ કરાઈ અને સાંજે ચાર વાગે બહુચર માતાજીનાં દર્શન કરી યાત્રા પૂરી કરશે.