શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ આપી કોરોનાને મ્હાત? હોસ્પિટલમાંથી અપાઈ રજા
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કોરોનાને મ્હાત આપી છે. તેમના પત્નીએ પણ કરોનાને મ્હાત આપી છે. જોકે, હજુ એક અઠવાડિયું ક્વોરોન્ટાઇનમાં રહેશે.
અમદાવાદઃ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને કોરોનાને મ્હાત આપી છે. તેમના પત્નીએ પણ કરોનાને મ્હાત આપી છે. જોકે, હજુ એક અઠવાડિયું ક્વોરોન્ટાઇનમાં રહેશે. તેઓ કોરોનામુક્ત થતા યુએન મહેતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે અને જણાવ્યું હતું કે, હું અને મારી પત્ની કોરોના સંક્રમિત થતાં યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં છ દિવસની સારવાર પછી બંનેને ડિસ્ચાર્જ કરાય છે. અત્યારે અમે બંને સ્વસ્થ છીએ અને ડોક્ટરની સલાહ પર અમે અમારા નિવાસસ્થાને વધુ આઠ દિવસ હોમ આઇસોલેશનમાં રહીશું. આ સમયે તેમણે યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરો અને બધા સ્ટાફના સભ્યોનો આભાર માન્યો હતો. તેમજ શુભેચ્છકોને પણ આભાર માન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement