Shah Rukh Khan Hospitalized: આઈપીએલની મેચ જોવા આવેલા શાહરૂખ ખાનને લાગી લૂ, આ જાણીતી હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ
Shah Rukh Khan: ગઈકાલે કોલકાતા મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યા બાદ મેદાન ફરતે તેણે ચક્કર માર્યુ હતું.

Shah Rukh Admited In Hospital: અમદાવાદની (Ahmedabad) કેડી હોસ્પિટલમાં (K D Hospital) શાહરૂખ ખાનને (Shahrukh Khan) દાખલ કરવામાં આવ્યો છે. લૂ લાગવાના કારણે શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. શાહરૂખ ખાનને લૂ લાગી જતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગઈકાલે કોલકાતા (Kolkata Knight Riders) મેચ જીતીને ફાઈનલમાં પહોંચ્યા બાદ મેદાન ફરતે તેણે ચક્કર માર્યુ હતું.
ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) કોલકાતાના બોલરોના શાનદાર પ્રદર્શન બાદ વેંકટેશ અય્યર અને કેપ્ટન શ્રેયસ અય્યરની શાનદાર અડધી સદીની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ક્વોલિફાયર-1 મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને (Sunrisrs Hyderabad) આઠ વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે રાહુલ ત્રિપાઠીના 55 રનની મદદથી 19.3 ઓવરમાં 159 રન બનાવ્યા હતા, પરંતુ KKRએ શ્રેયસના પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 24 બોલમાં અણનમ 58 રન અને વેંકટેશ અય્યરના 28 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા અને જીત મેળવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે 13.4 ઓવરમાં બે વિકેટે 164 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
All King’s Men, We Rule! 👑💜pic.twitter.com/9VQPC6w85U
— KolkataKnightRiders (@KKRiders) May 21, 2024
અમદાવાદમાં રેડ એલર્ટ
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, આણંદમાં વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. અમદાવાદ ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
When King Khan rejoices, the world celebrates too! 💜 pic.twitter.com/cxoDwER9no
— KolkataKnightRiders (@KKRiders) May 22, 2024
અંબાલાલ પટેલે પણ કરી છે ગરમીને લઈ મોટી આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી 26 મે સુધી આકરમી ગરમી પડશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આગામી 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને કોઈ કોઈ ભાગમાં 40 ડિગ્રી નીચું જવાની શક્યતાં છે.
આ પણ વાંચોઃ
વિરાટ કોહલીને મળી ધમકી, આરસીબીએ પ્રેક્ટિસ કરી કેન્સલ, પોલીસે 4 લોકોની કરી ધરપકડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
