Bomb threat:અમદાવાદના આ સ્થળને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી,SOGની ટીમે કરી તપાસ શરૂ
અમદાવાદમાં શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.
Bomb threat: શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારનાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇ મેઇલ મળ્યો હતો. આ ઇમેઇલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાનો ઇ મેઈલ મળતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનિય છે કે આ સ્થળે શાળાના વિદ્યાર્થીનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈ મેઈલ મળતાં જ સ્કૂલનો એક કાર્યક્રમ રદ્દ કરીને તમામ વિદ્યાર્થી ઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ધમકી ભર્યો ઇમેલ મળતાં જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઇ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે માટે ઘટનાસ્થળે બોમ્બ સ્કોડ અને એસ.ઓ.જી ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.
ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર પાસે આ મુદ્દે બોલાચાલી બાદ અંધાધૂંધ ફાયરિંગ
Crime News:ગાંધીનગરના અડાલજના ત્રિમંદિર પાસે આ મુદ્દે બોલાચાલી બાદ અંધાધૂંધ ફાયરિંગ, ગોળી વાગતાં પગમાં પહોંચી ઇજા
ગાંધીનગરના અડાલજ પાસે પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં ઈશ્વર ઉર્ફે પીન્ટુ રબારીના પગના ભાગે ગોળી વાગી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે. ફાયરિંગ મહેસાણાના ફેનીલ પટેલે કર્યું હોવાની માહિતી મળી છે. ગુરૂવારે સાંજે 7:30થી 8 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ દેવડમાં બોલાચાલી બાદ ફાયરિંગ થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસે મુખ્ય આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચો
Crime News: અડાલજમાં પૈસાની લેવડ દેવડ મામલે ફાયરિંગ, એક શખ્સના પગમાં ગોળી વાગતાં ઇજાગ્રસ્ત
ડરાવી રહ્યો છે કોરોના! છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત, 761 નવા કેસ નોંધાયા, આ રાજ્યની હાલત સૌથી ખરાબ
Unseasonal rain: ગુજરાતમાં ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, આ દિવસે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો કરોડપતિ ચોર, કરોડો રૂપિયાના બે ઘર હોવા છતાં કરી 30થી વધુ એક્ટિવાની ચોરી
હવે Chatgpt દ્વારા પણ કરી શકાશે કમાણી, OpenAI આવતા અઠવાડિયે શરૂ કરશે GPTs સ્ટોર, જાણો કેવી રીતે થશે આવક