શોધખોળ કરો
Advertisement
‘નમસ્તે ટ્રમ્પ’: ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે CM વિજય રૂપાણી એરપોર્ટ પર રહેશે હાજર
તેઓ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેશે. ટ્રમ્પને આવકારવા માટે યોજાયેલા રોડ-શોના યજમાન તેઓ પોતે અને ગુજરાત સરકાર છે.
ગાંધીનગરઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે એમાં પણ પહેલાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય રોડ શો યોજાવાનો છે. જોકે આ રોડ શોમાં એક પણ મુખ્યમંત્રીને એન્ટ્રી મળી નહોતી જોકે હવે આ વાતનો અંત આવી ગયો છે અને હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી જ એરપોર્ટ પર હાજર રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાંથી તેમની બાદબાકી અંગે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેશે. ટ્રમ્પને આવકારવા માટે યોજાયેલા રોડ-શોના યજમાન તેઓ પોતે અને ગુજરાત સરકાર છે.
રૂપાણીએ કહ્યું હતું કે, ટ્રમ્પ અમેરિકાથી સીધા જ ગુજરાતની ધરતી પર આવીને ભારત પ્રવાસનો આરંભ કરવાના છે તે ઘટના સમગ્ર ગુજરાત માટે અત્યંત ગૌરવ રૂપ છે. અમેરિકા જેવા દેશના પ્રમુખ દિલ્હી ને બદલે સીધા અમદાવાદ આવે તે વાત ગુજરાતના વૈશ્વિક મહત્વને પ્રસ્થાપિત કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion