શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં મોડી રાત્રે મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસ-આપના કાર્યકરોનો હોબાળો, EVMમાં ચેડા કરવાની અફવા ફેલાતા....
અમદાવાદમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અમદાવાદમાં એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે.
આજે અમદાવાદ મનપાની ચૂંટણીમા મતગણતરીનો પ્રારંભ થાય એ પહેલા મોડી રાત્રે ગુજરાત કોલેજ ખાતે મતગણતરી કેંદ્ર પર આપ અને કૉંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા EVMમાં ચેડા કરવાની અફવા ફેલાતા આપના કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો મુખ્ય ગેટ પર એકત્ર થયા હતા.
જો કે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં ઉમેદવારોને અંદર પ્રવેશ મળતા મામલો થાળે પડ્યો હતો.
નોંધનીય છે કે, રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન યોજાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા જેટલું મતદાન થયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. અમદાવાદમાં એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. બંને મતગણતરી કેન્દ્રમાં 24 - 24 વોર્ડની મતગણતરી થશે. સૌ પ્રથમ 14 હજાર 200 પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ EVMથી મતગણતરી હાથ ધરવામાં આવશે.
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર 60થી વધુ સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement