(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Congress : મોંઘવારી અને બેરોજગારી અંગે કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહાર
Gujarat Congress : મોંઘવારી અને બેરોજગારી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા.
AHMEDABAD : મોંઘવારી અને બેરોજગારી પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે. મનીષ દોશીએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝથી સરકારે 27 લાખ કરોડ મેળવ્યા. 2014 મળતી 434નો ગેસનો બાટલો 1060 રૂપિયા થયો.45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગરીનો દર નોંધાયો.
વધુમાં તેમણે કહ્યું કે 22 કરોડ અરજીકર્તામાંથી કેન્દ્ર સરકારે માત્ર 7 લાખને નોકરી આપી.CMIના ડેટા મુજબ દેશમાં 8 કરોડ લોકોએ રોજગારી ગુમાવી. મોંઘવારીના માર વચ્ચે સરકાર જીએસટી લઈ લૂંટ ચલાવે છે 2019 બાદ પેટ્રોલમાં 33 ટકા, ડિઝલમાં 36 અને એલપીજી માં 113 ટકા નો વધારો થઈ ગયો. મીઠામાં 33 ટકા, સોયાબીન તેલમાં 76 ટકા, સરસો તેલમાં 59 અને ચા 33 ટકા મોંઘી બની છે.
ઈસનપુરમાં ગૌવંશના ટૂકડા મળતા સ્થાનિકોમાં રોષ
અમદાવાદના ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિર બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દૂભાઈ છે અને લોકોમાં ભારે આક્રોશ છે. સ્થાનિકોએ 24 કલાકમાં આરોપીઓને પકડવા માંગ કરી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બીજી તરફ હિંદુ સંગઠનોએ બંધનું એલાન જાહેર કર્યું છે. જો કે, પોલીસે હિંદુ સંગઠનો સાથે મંત્રણા કરી આ પ્રકારની ઘટના ના બને તેનું ધ્યાન અને તકેદારી રખાશે તેવી ખાતરી આપી હતી. આ અંગે ACPએ નિવેદન આપતા કહ્યું કે, સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. ગાય છે કે અન્ય પ્રાણી તેના આધારે ગુનો નોંધવામાં આવશે. સાથે અપીલ કરી છે કે, શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખે. દુકાનદારો પોતાનો વ્યવસાય ચાલુ રાખે.
આ બાબતને લઈને હિન્દુ સંગઠનોએ ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં આરોપી ઝડપાશે નહિ તો કાલે ઇસનપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં.આવશે. હાલમાં વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી છે.