(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Politics: શું અર્જુન મોઢવાડીયાએ ખરેખર કોંગ્રેસમાંથી આપી દીધું રાજીનામું? જાણો વાયરલ ન્યૂઝની સત્યતા
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય સીજે ચાવડા સહિત ઘણા નેતાઓએ પાર્ટીને રામ રામ કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણ હજુ પણ કેટલાક નેતોઓ કોંગ્રેસ છોડી શકે છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ધારાસભ્ય સીજે ચાવડા સહિત ઘણા નેતાઓએ પાર્ટીને રામ રામ કરી દીધા છે. મળતી માહિતી પ્રમાણ હજુ પણ કેટલાક નેતોઓ કોંગ્રેસ છોડી શકે છે. એવામાં સોશિયલ મીડિયા પર સમાચાર વહેતા થયા કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસ છોડી દીધી છે અને તેઓ ફેબ્રુઆરીની શરુઆતમાં બીજેપીમાં જોડાશે.
મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી.
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 24, 2024
હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.
જો કે, મીડિયાના અહેવાલોને લઈ અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાવવાની વાતો પાયાવિહોણી છે. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, મારો કોઈ પણ ખુલાસો લીધા સિવાય વાતો વહેતી કરાઈ રહી છે.
કોંગ્રેસના ધારાસભ્યોને લઈ છેલ્લા કેટલાક દિવસથી અટકળો તેજ છે અને કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે તેવી વાતો વહેતી થઈ છે. આજ પ્રકારની ચર્ચા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સિનિયર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને લઈને પણ શરૂ થઈ. અહેવાલો એવા આવવા લાગ્યા કે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય છે. પરંતુ આ તમામ અહેવાલોને અર્જુન મોઢવાડિયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. એટલું જ નહીં પોતે કોંગ્રેસમાં છે અને કોંગ્રેસના જ ચૂંટાયેલા ધારાસભ્ય છે તેવી સ્પષ્ટતા અર્જુનભાઈ મોઢવાડિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. સાથે જે પણ અહેવાલો પ્રસારિત થયા છે તે તેમનો ખુલાસો લીધા સિવાય વહેતા થયા હોવાની પણ તેમને સ્પષ્ટતા કરી છે.
પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસ સામેલ ન થતા નારાજ થયા હતા મોઢવાડીયા
भगवान श्री राम आराध्य देव हैं।
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે, અર્જુન મોઢવાડીયા કોંગ્રેસ છોડી શકે છે.