મીશન 2022 માટે હવે ગુજરાત કોંગ્રેસની નજર પરપ્રાંતિય મત પર, રાહુલ ગાંધીની હાજરીમાં થશે મોટું સંંમેલન
ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને આદિવાસી સત્યાગ્રહમાં સામેલ થયા હતા. ત્યાર બાદ ચિંતન શિબિરમાં પણ ગુજરાત કોંગ્રેસને ટાસ્ક આપ્યો હતો.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા અને આદિવાસી સત્યાગ્રહમાં સામેલ થયા હતા. ત્યાર બાદ ઉદયપુર ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં પણ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ નેતાઓને શહેરી મતદારોને લઈને ટાસ્ક આપ્યો હતો. આ ઉપરાંત મીશન 2022 માટે કોંગ્રેસની નજર પરપ્રાંતિઓના મત ઉપર પણ છે. ગુજરાત કોંગ્રેસ 10 હાજર પરપ્રાંતીઓ સાથે સંમેલન કરશે તેવી માહિતી સામે આવી રહી છે. રાહુલ ગાંધી આ સંમેલનમાં હાજરી આપશે. સુરત ખાતે પરપ્રાંતીઓનું સંમેલન યોજવાનું કોંગ્રેસનું આયોજન છે. આગામી 12 અથવા 15 જૂનના રોજ આ સંમેલનનું આયોજન થઈ શકે છે.
Corona Positive: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી બાદ હવે તેમના દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) પણ કોરોના પૉઝિટીવ થયા છે. પ્રિયંકા ગાંધીએ ખુદ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. તેના સંપર્કમાં આવેલા લોકોને પણ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની બે દિવસીય લખનઉ યાત્રા (Lucknow visit)માં કાપ મુકાતા બુધવારે રાત્રે દિલ્હી (Delhi) પાછા આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના પૉઝિટીવ થયા હતા. બતાવવામાં આવ્યુ હતું કે, પ્રિયંકા ગાંધી પણ તેમના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તે લખનઉથી પાછા દિલ્હી આવી ગયા હતા. હવે તેનો રિપોર્ટ પણ પૉઝિટીવ આવ્યો છે.
પ્રિયંકા ગાધી પર છે આ મોટી જવાબદારી
ઉત્તરપ્રદેશમાં માર્ચમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનુ નેતૃત્વ કરનાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ - લડકી હુ લડ શકતી હુ નો નારો આપ્યો હતો. અને 2024 ની સામાન્ય ચૂંટણીમાં પાર્ટીમાં નવો જીવ ફૂંકવા માટે તેના પર મોટી જવાબદારી છે. ગઇ યુપી વિધાનસભા ચૂંટણીમાં 403 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને માત્ર બે જ બેઠકો મળી હતી.






















