શોધખોળ કરો
અલ્પેશ ઠાકોર આવતીકાલે બપોરે બે કલાકે કરશે મોટો ધડાકો, જાણો વિગત
ગાંધીનગરઃ કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પંજો છોડીને કેસરિયો ધારણ કરી લેશે તેવા અહેવાલ વહેતા થયા બાદ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, આ બધી વાતો પાયાવિહોણી છે. આવતીકાલે બપોરે 2 વાગે હું આ અંગેનો ખુલાસો કરીશ. હું ભાજપમાં જોડાવાનો નથી.
આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધી તમે રાહ જુઓ. જે બાદ તમને બધું જ ખબર પડી જશે. પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ ખુલાસા કરીશ. આ સિવાય તેમણે મીડિયાના અન્ય સવાલોના જવાબ આપવાની ના પાડીને આવતીકાલે બપોર સુધી રાહ જોવા જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોર આવતી કાલે બે વાગ્યે કરશે મોટો ધડાકો? જુઓ શું કહ્યું?
હાલ થઈ રહેલી ચર્ચા મુજબ આગામી એક બે દિવસમાં અલ્પેશ પોતાના સમર્થનમાં રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ જશે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ સંસદીય સચિવ તરીકે શપથ લેશે. અલ્પેશને ભાજપમાં સામેલ કર્યા બાદ લોકસભા ચૂંટણીની આચારસંહિત લાગુ પડે તે પહેલા જ ગુજરાત સરકારનું વિસ્તરણ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. આ અંગેની સ્વર્ણિમ સંકુલમાં તૈયારીઓ થઈ રહી છે.
અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. હાલ તે ધારાસભ્ય ઉપરાંત બિહારનો સહ-પ્રભારી છે. પોતાની નારાજગી અંગે તેણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. ગત મહિને નવી દિલ્હી ખાતે અલ્પેશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીસાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહે ભાજપમાં જોડાવાની વાત મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement