શોધખોળ કરો

અમદાવાદમાં યોજાયેલી IPLની ફાઇનલ મેચે ચિંતા વધારી, કોરોનાને લઈને સામે આવી આ વિગત

અમદાવાદ: સમગ્ર દેશમાં ફરી કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં યોજાયેલી IPL 2022ની ફાઇનલ મેચે ચિંતા વધારી છે.

અમદાવાદ: સમગ્ર દેશમાં ફરી કોરોનાના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં યોજાયેલી IPL 2022ની ફાઇનલ મેચે ચિંતા વધારી છે. શનિવારે આવેલા પોઝિટિવ કેસમાં એક દર્દીની હિસ્ટ્રી સામે આવી છે. મણિનગરના સ્થાનિક IPLની ફાઇનલ મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં દર્દીને સામાન્ય લક્ષણ હોવાથી હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં હાલમાં કોરોનાના કેસ કાબુમાં હોવાથી ટેસ્ટિંગ યથાવત રાખવામાં આવશે. નોંધનિય છે કે, પ્રતિદિન શહેરમાં 2000 ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. AMC એ પોઝિટિવ આવેલા દર્દીની આસપાસના પ્રેક્ષકોની યાદી તૈયાર કરી છે.

India Corona Cases Today: દેશમાં ચોથી લહેરના ભણકારા, આજે નોંધાયા જૂન મહિનાના સૌથી વધુ કેસ
Coronavirus Cases Today in India:  ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 4518 નવા કેસ  9 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવ કેસ 25 હજારને પાર થયા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 25,782 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,701 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,30,852 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,12,87,000 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,57,187 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ

    • 5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત
    • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
    • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
    • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
    • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશની સાથે રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ફરી ફફડાટ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા છે.  જે રાજ્યમાં 90 દિવસ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં 260 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. વડોદરામાં 11, રાજકોટમાં 4, સુરત-કચ્છ-મહેસાણામાં 2-2 તથા ભાવનગર, ગાંધીનગર, મોરબી, નવસારી, સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા છે. જે રાજ્યમાં 7 માર્ચ બાદ નોંધાયેલા સૌથી વધુ કેસ છે. હાલ રાજ્યમાં 340 એક્ટિવ કેસ છે. 9 માર્ચ બાદ રાજ્યમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંકડો 200ને પાર થયો છે. છેલ્લા છ દિવસમાં એક્ટિવ કેસમાં 50 ટકા વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 99.08 ટકા છે. રવિવારે 55,714 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડીAhmedabad Suicide Case : ફિઝિયોથેરિપિસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
ચૂંટણીમાં હાર બાદ પ્રથમ વખત મીડિયાના કેમેરામાં કેદ થયા કેજરીવાલ, જુઓ તસવીરો
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mukesh Ambani at Mahakumbh: પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા મુકેશ અંબાણી, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Embed widget