શોધખોળ કરો
Advertisement
લટાર મારતાં પહેલા ચેતજો! અમદાવાદ પોલીસ કમિશ્નર આશિ ભાટિયાએ બહાર પાડ્યું જાહેરનામું? જાણો
ગુજરાતમાં લોકડાઉન છતાં પણ સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વધુ કડક પ્રતિબંધો લગાવ્યો
અમદાવાદ: ગુજરાતમાં લોકડાઉન છતાં પણ સંખ્યાબંધ લોકો રસ્તા પર બિનજરૂરી ફરતા હોવાથી કોરોનાનો ચેપ વધુ ઝડપથી ફેલાઈ શકે એવી ભીતિ હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ વધુ કડક પ્રતિબંધો લગાવ્યો છે. શનિવારે મધ્ય રાત્રિથી 14 એપ્રિલ સુધી શહેરની હદમાં જરૂરી કામગીરી માટે નિયત કરેલી વ્યક્તિઓ સિવાય જે લોકો કારણ વિના બહાર અવર-જવર કરતા હશે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો નોંધવામાં આવશે. તેમજ તેમના વાહન પણ જપ્ત કરી લેવામાં આવશે.
લોકડાઉનની જાહેરાત હોવા છતાં પણ લોકો વાહનો લઈને બહાર નીકળી પડે છે જેના પગલે પોલીસને વાહનો ડિટેઇન કરવા પડે છે. ડિટેઇન કરેલા વાહનોના મેમાની રકમ હાલ આરટીઓ બંધ હોવાથી ભરી શકાતી નથી. લોકડાઉન બાદ 15 એપ્રિલથી ઈ-મેમોની રકમ આરટીઓમાં ભરી શકાશે. બિનજરૂરી કામો માટે નીકળેલા લોકોની પૂછપરછ બાદ તેમના વાહન ડિટેઇન કરી જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપવામાં આવે છે.
લોકડાઉનના કડક અમલીકરણ માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈપણ વ્યક્તિ કારણ વગર ટુ વ્હીલર, ફોર વ્હીલર પર ફરી શકશે નહીં. જો કારણ વગર બહાર નીકળશે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે અને વાહન ડિટેઇન કરવામાં આવશે. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારીઓ તેમજ દૂધ- શાકભાજી અને કરીયાણું લેવા જતાં લોકો જ ફરી શકશે.
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુગલ મેપથી જ્યાં ટ્રાફિક વધુ દેખાય છે. તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાર્યવાહી કરવા કહીએ છીએ. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા, રખિયાલમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. જીવન જરૂરીયાતની વસ્તુઓ AMC પહોંચડશે. લોકડાઉનને વધુ અસરકારક બનાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement