શોધખોળ કરો
Advertisement
Coronavirus Effect: ટોરેન્ટોથી પરત અમદાવાદ આવેલા યુવકને ટ્વિટ કરવું ભારે પડ્યું? જાણો કેમ
કોરોના વાયરસને લઈને દેશમાં દહેશત ફેલાયેલી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાની ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતો અભિમન્યુ આચાર્ય નામનો યુવક શુક્રવારે મોડી રાતે ટોરેન્ટોથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો
અમદાવાદ: કોરોના વાયરસને લઈને દેશમાં દહેશત ફેલાયેલી છે ત્યારે અમદાવાદના ઘાટલોડિયાની ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતો અભિમન્યુ આચાર્ય નામનો યુવક શુક્રવારે મોડી રાતે ટોરેન્ટોથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. અભિમન્યુએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, એરપોર્ટ પર થર્મલ ચેકિંગ થતું નથી. આ મામલે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.
જોકે એરપોર્ટ ઓથોરિટીએ અભિમન્યુને ચેક કર્યાંના ફુટેજ ટ્વીટ કરી જાહેર કર્યાં હતાં. મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ અભિમન્યુ સામે કાયદાકીય પગલાં ભરવા કહ્યું હતું. જેના પગલે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અભિમન્યુના ઘરે તપાસ કરતા 14 દિવસ ઘરમાં રહેવાની જાણ કરવા છતાં તેઓ માસ્ક કે સાવચેતી વગર ઘરમાં ન રહી અને ઘરની બહાર નીકળતાં હોવાનું જણાતા આરોગ્ય અધિકારીએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.Mr. Abhimanyu: Airport officials are putting their lives on risk to support the Society. Your statement is inappropriate and hurting. You deplaned on EY288 today at 0244 hrs & Infrared Thermal scanned at 0248 hrs. Please do not spread panic in Society and be a responsible citizen https://t.co/4SwbPhiojA pic.twitter.com/GEg6aEzo9S
— APD Ahmedabad (@aaisvpiairport) March 21, 2020
શુક્રવારે મોડી રાતે ઘાટલોડીયામાં આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં રહેતો અભિમન્યુ આચાર્ય નામનો યુવક ટોરેન્ટોથી પરત અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. અભિમન્યુએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે, એરપોર્ટ પર થર્મલ ચેકિંગ થતું નથી. આ મામલે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું જેને લઈને અમદાવાદમાં એક જ ચર્ચા ચાલી રહી હતી. એરપોર્ટ ઓથોરિટીએ અભિમન્યુને ચેક કર્યાં હોવાના સીસીટીવી ફુટેજ ટ્વીટ કરી જાહેર કર્યાં હતા. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અભિમન્યુ સામે કાયદાકીય પગલાં ભરવા કહ્યું હતું.Mr Abhimanyu
— APD Ahmedabad (@aaisvpiairport) March 21, 2020
CCTV footage for your Infrared thermal scan at Ahmedabad airport pic.twitter.com/mkTydQqz5d
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement