અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમબ્રાંચ કરશે મોટી કાર્યવાહી, કોર્ટમાં કરી અરજી, જાણો અપડેટ
Ahmedabad News: સંવેદનાને ઝંઝોળી દેતી અમદાવાદ સેવેન્થ ડે સ્કૂલની ઘટનાના બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ક્રાઇમ બ્રાન્ચ સ્કૂલ સામે મોટી કાર્યવાહી કરવાની તજવીજ કરી રહ્યું છે. જાણીએ વધુ અપડેટ્સ

Ahmedabad News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમબ્રાંચ મોટી કાર્યવાહી કરશે. સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સ્કૂલ સામે ફરિયાદ નોંધવા ક્રાઈમબ્રાંચે કોર્ટમાં અરજી કરી છે.
શાળાની ગંભીર નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ નોંધશે, ઘાયલ વિદ્યાર્થીને સમયસર હોસ્પિટલ ન પહોંચ્યાનો આરોપ સ્કૂલ પર લાગ્યો છે. શાળામાં વારંવાર ગુંડાગર્દી થઈ હોવાનો આરોપ લાગી ચુક્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને
ક્રાઈમબ્રાંચે અત્યાર સુધી 15 લોકોના નિવેદન લીધા છે. શાળાના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડના પણ નિવેદન લેવાયા છે. સીસીટીવી ફૂટેજમાં પણ મોટો ખુલાસો થયો છે કે, વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં સ્કૂલના પગથીયા પર પડ્યો રહ્યો અને કોઇ મદદે ન આવ્યું. સીસીટીવીમાં જોવા મળે છે કે, બહારથી ચાલીને સ્કૂલમાં આવી પગથીયા પર વિદ્યાર્થી બેસ્યો હતો.
અમદાવાદમાં ખોખરા સેવન્થ ડે સ્કૂલની ધટનાએ સંવેદનને ઝંઝોળી દીધું છે. માસૂમ બાળકની હત્યાથી ચકચાર મચી ગઇ છે. બીજી તરફ વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે.પીએમ રિપોર્ટ મુજબ રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી હતી કે, શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ બે નળી કપાઈ ગઈ હતી. આને કારણે આંત:સ્ત્રાવ થતાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું.
વિદ્યાર્થીની હત્યા બાદ સતત ત્રીજા દિવસે સેવન્થ ડે સ્કૂલ બંધ છે. સેવન્થ ડે સ્કૂલ બહાર આજે પણ પોલીસનો ચૂસ્ત બંદોસ્ત છે. મણિનગર,ખોખરાની કેટલીક શાળાઓમાં પણ શિક્ષણ કાર્ય બંધ રખાયું છે. આ ઘટનાને લઇને વાલીઓમાં ખૂબ જ આક્રોશ છે. 2 દિવસથી શાળા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં 19 ઓગસ્ટ મંગળવારના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.





















