શોધખોળ કરો

Cyclone Shakti: જાણો સૌરાષ્ટ્રથી કેટલું દૂર છે 'શક્તિ' વાવાઝોડું, ભારે વરસાદની કરવામાં આવી આગાહી

Cyclone Shakti: ગુજરાત પરથી ફંટાયેલું 'શક્તિ' વાવાઝોડું ફરી યુ-ટર્ન લે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાથી 550 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દરિયામાં તે અતિ પ્રચંડ બનતા તેની દિશા બદલી રહ્યું છે.

Cyclone Shakti: ગુજરાત પરથી ફંટાયેલું 'શક્તિ' વાવાઝોડું ફરી યુ-ટર્ન લે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાથી 550 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દરિયામાં તે અતિ પ્રચંડ બનતા તેની દિશા બદલી રહ્યું છે. અગાઉ તે મસ્કત-ઓમાન તરફ ફંટાયું હતું, પરંતુ હવે નબળું પડીને ફરી ગુજરાત તરફ આવી શકે છે. આ સંભાવનાને પગલે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 10 ઓક્ટોબર સુધી છૂટાછવાયા સ્થળે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટું ડીપ વિસ્તાર, પેલેટ વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયું હતું. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. જોકે, જિલ્લાના અન્ય ભાગોમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પરેશ ગોસ્વામીની મોટી આગાહી

અરબ સાગરમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. તેમના મતે, આ વાવાઝોડું ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને હાલમાં તે પશ્ચિમ દિશામાં સતત આગળ વધી રહ્યું હોવાથી ગુજરાત પર તેના સીધા લેન્ડફોલનો ખતરો 99% જેટલો ઓછો છે. જોકે, આ સિસ્ટમના કારણે 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. ગોસ્વામીએ ગુજરાતના નાગરિકોને આ વાવાઝોડાને લઈને ગભરાટ ન ફેલાવવા અને ગભરાવવું નહીં તેવી અપીલ કરી છે.

'શક્તિવાવાઝોડાનો સંભવિત માર્ગ અને ગુજરાત પરની અસર

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી આવેલી અને 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન વરસાદ લાવનાર સિસ્ટમ જ અરબ સાગરમાં પ્રવેશી છે. અરબ સાગરનું ઊંચું તાપમાન અને અનુકૂળ હવામાન મળતાં આ સિસ્ટમ મજબૂત બનીને સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે, જેને શ્રીલંકા દ્વારા 'શક્તિ' નામ આપવામાં આવ્યું છે.

ગુજરાત તરફ યુ-ટર્નની શક્યતા: વાવાઝોડું હાલમાં ગુજરાતથી 552 કિલોમીટર દૂર છે અને પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાત ઉપર એક ટ્રફ રેખા બનવાની અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની શક્યતા છે, જેના કારણે આ સાયક્લોન ફરીથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. ગોસ્વામીના મતે, આ યુ-ટર્ન ઓમાનથી લગભગ 300 કિલોમીટર દૂર હશે. જોકે, આ યુ-ટર્ન વખતે વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે અને આગળનું હવામાન અનુકૂળ ન હોવાથી તે ગુજરાત સુધી પહોંચતા પહેલાં જ દરિયામાં વિખાઈ જાય તેવી શક્યતાઓ છે. આથી, ગુજરાત ઉપર લેન્ડફોલ થવાની શક્યતા 99% જેટલી ઓછી છે.

રાજ્યમાં વરસાદની આગાહી 

  • વરસાદની તારીખો: 7 અને 8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ રહેશે, જ્યારે 9 ઓક્ટોબરે છૂટાછવાયા ઝાપટાં પડશે.
  • કચ્છમાં વરસાદ: કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો, જેમ કે કંડલા, નલિયા, માંડવી, મુંદ્રા અને ગાંધીધામમાં લગભગ અડધાથી પોણો ઇંચ સુધીનો સામાન્ય વરસાદ વરસી શકે છે.
  • સૌરાષ્ટ્રમાં વરસાદ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જેની તીવ્રતા થોડી વધારે હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
Advertisement

વિડિઓઝ

Porbandar Police: બદલી થાય તો થાય દબાણ તો હટશે જ....: પોરબંદરના PIની વેપારીઓને સ્પષ્ટ ચેતવણી
ED Raids: ગુજરાત સહિત 15 રાજ્યોની 7 મેડિકલ કોલેજો પર EDના દરોડા
Ahmedabad News : અમદાવાદમાં એલ.ડી. એન્જિ. કોલેજની હોસ્ટેલમાં  મારામારી કર્યાનો આરોપ
Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?
Hun To Bolish | હું તો બોલીશ | સ્વચ્છતા અભિયાનનો સત્યાનાશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
Ahmedabad: ભાડુઆતની બબાલમાં ઘરમાલિકની હત્યા, ઉંચા અવાજે મ્યૂઝિક વગાડવાને લઈ થયો હતો ઝઘડો
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
DK શિવકુમારે CM નિવાસસ્થાને કરી સિદ્ધારમૈયા સાથે મુલાકાત, શું બ્રેકફાસ્ટ બેઠકથી ખતમ થશે ખુરશીનો ઝઘડો?
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
WPL 2026નું શિડ્યૂલ જાહેર, ઓપનિંગ મેચમાં ટકરાશે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
સૂર્યપ્રકાશના કારણે ફ્લાઇટના કંટ્રોલમાં આવી રહી છે સમસ્યા! ભારતમાં 200 થી વધુ ફ્લાઇટ્સને સીધી અસર
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યા છે કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ક્યાંક તમે તો નથી ખાઈ રહ્યા છે કેમિકલવાળા શેકેલા ચણા, વધી જશે કેન્સરનું જોખમ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
ડિસેમ્બરમાં 18 દિવસ બેંકો રહેશે બંધ, જોઈલો રજાઓની યાદી નહીં તો અટવાઈ જશે તમારા કામ
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
પહેલી વનડેમાં રોહિત શર્મા બનાવશે નવો વર્લ્ડ રેકોર્ડ! શાહિદ આફ્રિદીને પાછળ છોડી બની જશે 'સિક્સર કિંગ'?
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Gold: સાવધાન! જો તમારા સોનાના દાગીનામાં આ 5 ચિહ્નો દેખાય તો સમજો કે મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
Embed widget