(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતીઓની આ બેઠક પર કોંગ્રેસને મળ્યા નોટા જેટલા જ મત, જાણો વિગત
જરાતીઓની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને નોટા જેટલા જ મત મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ બાબુભાઈ ધોડીને 5791 મળ્યા છે. જેની સામે નોટાને 5198 મત મળ્યા છે.
અમદાવાદઃ દાદરાનગર હવેલી લોકસભા પેટાચૂંટણીના 21 રાઉન્ડની મત ગણતરી પૂરી થઈ ગઈ છે. આ સાથે શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવારથી 49,359 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં 188784 મતોની ગણતરી થઈ ગઈ છે. શિવ સેનાના ઉમેદવાર કલાબેન મોહનભાઈ ડેલકરને 112741 મત મળ્યા છે. જ્યારે ભાજપના મહેશભાઈ ગાવિતને 63382 મત મળ્યા છે. મોહન ડેલકરના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આજે મતમગણતરી થઈ રહી છે.
નોંધનીય છે કે, ગુજરાતીઓની આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને નોટા જેટલા જ મત મળ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ બાબુભાઈ ધોડીને 5791 મળ્યા છે. જેની સામે નોટાને 5198 મત મળ્યા છે. આમ, નોટા કરતાં ખાલી 593 વધુ મળ્યા છે. આ સિવાય બીટીપીના ઉમેદવાર ગણેશ ભુજડાને ખાલી 1672 મતથી સંતોષ માનવો પડ્યો છે.
તમામ 29 વિધાનસભા બેઠકોના વલણ આવ્યા
દેશના 14 રાજ્યોમાં 29 વિધાનસભા અને 3 લોકસભા સીટો પર પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તમામ 29 વિધાનસભા સીટોના ટ્રેન્ડ આવી ગયા છે, જેમાંથી NDA 14 સીટો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 7 સીટો પર આગળ છે. અન્ય પક્ષો 8 બેઠકો પર આગળ છે. લોકસભામાં ભાજપ, કોંગ્રેસ અને શિવસેના એક-એક સીટ પર આગળ છે.
રાજસ્થાનની બંને સીટો પર કોંગ્રેસ આગળ
પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો સરઘસ નહીં કાઢી શકે તેવો ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે. ઉપરાંત વિજેતા ઉમેદવાર કે તેના બે અધિકૃત વ્યક્તિ રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.
એમપીના પૃથ્વીપુર પર ભાજપ આગળ
મધ્યપ્રદેશમાં પૃથ્વીપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ડૉ. શિશુપાલ યાદવ 429 મતોથી આગળ છે.
આસામમાં ભાજપ 3 સીટો પર આગળ
આસામની 5 વિધાનસભા બેઠકો (ગુસૈનગાંવ, ભબાનીપુર, તામુલપુર, મરિયાની અને થોરા) પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ત્રણેય બેઠકો પર ભાજપ મેરિયાની, થોરા અને ભબાનીપુરમાં આગળ છે. ગુસૈનગાંવની એક સીટ પર કોંગ્રેસ આગળ છે. જ્યારે તામુલપુર સીટ પર યુપીપીએલ આગળ છે.