શોધખોળ કરો

Ahmedabad Crime: ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકે જુગારમાં પૈસા હારતા 12 બાઈક અને 1 કારની ચોરી કરી

અમદાવાદ શહેરમાં ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકને અમદાવાદ શહેર ઝોન 1 એલસીબી દ્વારા બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ:  અમદાવાદ શહેરમાં ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકને અમદાવાદ શહેર ઝોન 1 એલસીબી દ્વારા બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. રાહુલ નામનો યુવક ઓનલાઈન જુગાર રમવાની આદતમાં આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિમાં જોડાયેલ હતો. રાહુલની સાથે તેના અન્ય યોગેશ અને દિલીપ નામના સાગરીતની પણ ધરપકડ કરી છે.

ત્રણેય આરોપીઓએ સાથે ભેગા મળીને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા 12 બાઈક અને 1 કારની કરી હતી ચોરી. સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલ આરોપી પૈકી રાહુલ નામનો મુખ્ય આરોપી રેપીડોમાં ચોરી કરેલ બાઈક ચલાવતો હતો. રાહુલે ઓનલાઇન જુગારમાં પૈસા હારી જવાથી બાઈક ચોરી અને ચોરીની બાઈકથી રેપીડોમાં બાઈક ચલાવતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી આ પ્રકારની ચૂક ભવિષ્યમાં ન થાય અને સિસ્ટમમાં સુધારો લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. 

રાહુલ નામના આરોપીએ દોઢ મહિના સુધી ચોરેલી બાઇકથી રેપિડોમાં ગાડી ચલાવીને 181 જેટલી રાઇડ કરી લીધી હતી. યોગેશ નામનો આરોપી આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિ જોડાયો હતો.  થોડા સમય પહેલા વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર ચોરી થઈ હતી, જેની તપાસ કરતા એલસીબી પોલીસને 12 બાઈક ચોરી અને 1 કાર ચોરીનો ભેદ ઉકેલાયો.  

એક જ દિવસમાં 2 ASI લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં એક જ દિવસમાં બે એએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ચાકલીયા પોલીસ મથકના ASI પ્રભુભાઈ લાંચ લેતા રંગે રંગે હાથ ઝડપાયા  હતા. તેમણે ઝઘડા -તકરાર ની અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. તેમને  15 હજારની લાંચ લેતા દાહોદ એ.સી.બી એ ઝડપી પાડ્યા હતા. તેના થોડા કલાકો પહેલા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં ASI લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાયા હતા. ASI નારાયણ સંગાડા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ગ્રામ્ય પોલીસ મથકમાં કરેલી અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી

Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત

6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
શું ઘરે કોમર્શિયલ ગેસ સિલિન્ડર વાપરી શકાય? આ નિયમો જાણી લો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 36 અંક તૂટ્યો, નિફ્ટી 24,300ની ઉપર

Utility: ચોમાસામાં કુલર ચલાવવાથી પરસેવો થઈ રહ્યો છે? અપનાવો આ ટિપ્સ

Embed widget