શોધખોળ કરો
Advertisement
નિત્યાનંદ આશ્રમ વિવાદ: DPSની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગે CBSEને ભલામણ કરી
અમદાવાદની હીરાપુર DPSની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગે CBSEને ભલામણ કરી છે. લંપટ નિત્યાનંદને જગ્યા ભાડે આપવા મામલે DPS વિવાદમાં છે.
અમદાવાદ: અમદાવાદની હીરાપુર DPSની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગે CBSEને ભલામણ કરી છે. લંપટ નિત્યાનંદને જગ્યા ભાડે આપવા મામલે DPS વિવાદમાં છે. આ મામલે તપાસ કરવામાં આવતા આશંકા વ્યક્ત કરાઈ છે કે DPSએ નકલી દસ્તાવેજના આધારે મંજૂરી મેળવી છે. જેને લઇને શિક્ષણ વિભાગે CBSEને માન્યતા રદ કરવા ભલામણ કરી છે. તો ગઈકાલે DPSની દાદાગીરી પણ સામે આવી હતી. ખુદ શિક્ષણ વિભાગે હાજર થવા આદેશ કર્યો હતો. તેમ છતાં સંચાલકો શિક્ષણ વિભાગ સામે હાજર થયા ન હતા.
આ મામલે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાયે કહ્યું, અમે DPS સ્કૂલને NOC આપી નથી. તેમણે NOC માટે 2009માં અરજી કરી હતી. અમે વધારે વિગતો માંગી હતી તે તેમણે આપી ન હતી. પોતાના નામે જમીન છે તેમ સાબિત કરી શક્યા ન હતા. જમીન એનએ પણ થઈ ન હતી. 2010, 2011 અને 2012માં તેમને તક આપી હતી. 2012માં તેમની અરજી રદ કરવામાં આવી હતી. આમ છતા 2012માં CBSEમાં 2010નો ફોર્જ ડોક્યુમેન્ટ રજુ કરીને પરમિશન લીધી હતી. અમે CBSEમાં સ્કૂલ સામે ફોજદારી કેસ કરવાની ભલામણ કરી છે.
શિક્ષણ વિભાગે DPSના સંચાલકોને હાજર થવા આદેશ કર્યો હતો છતાં સંચાલકો શિક્ષણ વિભાગ સામે હાજર થયા ન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion