શોધખોળ કરો

ધંધુકા યુવક હત્યા કેસઃ ગુજરાત ATSને મળી મોટી સફળતા, મુંબઇના મૌલવીની કરાઇ ધરપકડ

ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

અમદાવાદઃ ધંધુકામાં કિશન બોળિયા નામના માલધારી યુવકની હત્યા કેસમાં દરરોજ નવા નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાનાને હથિયાર આપનાર અઝીમ સમાની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી હતી. મૌલવીએ હત્યા માટે બંન્ને આરોપીઓને ઉશ્કેર્યા હતા. કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. કમર ગની ઉસ્માની એક વર્ષથી ષડયંત્ર કરી રહ્યો હતો.

આ હત્યાકેસમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે. જેના કારણે સમગ્ર તપાસ ATSને સોંપી દેવામાં આવી છે. મુંબઈનો મૌલાના કમર પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ હોવાનો ઘટસ્ફોટ થયો છે.  સમગ્ર પ્રકરણમાં આરોપીઓને અન્ય ધર્મ વિરૂદ્ધ ભડકાવવા સુધીની વિગતો પોલીસ સામે આવી છે. આરોપીઓએ પાકિસ્તાન સ્થિત સંગઠનના ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની થયેલી મિટીંગના સંદર્ભમાં હત્યા કરવાનું નક્કી કર્યું હતું. હવે આ જેહાદી ષડયંત્રની સમગ્ર તપાસ ATS કરી રહી છે. આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેકશન શોધવા સાત ટીમ ગુજરાત સરકાર તરફથી રચના કરવામાં આવી.

પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીના ભાષણો સંભળાવવામાં આવ્યા હતાં. જેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું. મુંબઈનો મૌલાના કમર જે TFIનો સદસ્ય છે અને પાકિસ્તાનના ત્રણ- ચાર સંગઠનો પણ આમાં સામેલ હોવાની માહિતી બહાર આવી છે. આ તરફ એટીએસ, અમદાવાદ ગ્રામ્ય અને ધંધુકા પોલીસે ધંધુકામાં આવેલી સર મુબારકની દરગાહ તથા આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી. જ્યાં પોલીસને સર મુબારક દરગાહની પાછળના ભાગે વાડી વિસ્તારમાં કૂવા પાસેથી હત્યામાં વપરાયેલી બાઈક અને જે પિસ્તોલથી હત્યાને અંજામ અપાયો હતો તે હથિયાર પણ મળી આવતા જપ્ત કર્યા હતાં. આ કેસમાં અમદાવાદના મૌલાના સહિત કુલ પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. શનિવારના પોલીસે અમદાવાદનો મૌલાના મહંમદ ઐયુબ અને બે હત્યારાને કૉર્ટમાં રજૂ કર્યા હતાં. જ્યાં પોલીસે આરોપીઓના 15 દિવસના રિમાંડની માગ કરી હતી. જોકે કૉર્ટે ત્રણેય આરોપીઓના 5 ફેબ્રુઆરી બપોર સુધીના રિમાંડ મંજૂર કર્યા છે. રિમાંડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થવાની પોલીસે શક્યતા વ્યકત કરી છે. તો મોડી રાત્રીના મૌલાનાને હથિયાર આપનાર અજીમ સમાની મોરબીના મિતાણા ગામમાંથી ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget