શોધખોળ કરો
Advertisement
CAA-JNU મામલે અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, નિખિલ સવાણી લોહીલુહાણ થયો
અમદાવાદમાં આજે ABVPનાં કાર્યાલયની બહાર NSUIનાં કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતાં બંન્ને વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અમદાવાદ: CAAનાં વિરોધ અને સમર્થનનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ABVPનાં કાર્યાલયની બહાર NSUIનાં કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરતાં બંન્ને વિદ્યાર્થી જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલ ઘટના સ્થળ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. તેમજ એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પોલીસ અને મીડિયાની હાજરીમાં NSUIના કાર્યકરોએ મારામારી થઈ હતી. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી મારી લોહીલુહાણ કરવામાં આવ્યો હતો. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોની દાદાગીરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion