Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad News: શુક્રવારે અમદાવાદના ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 15 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલ લઇ જવાયા છે.
Ahmedabad News:શુક્રવારે અમદાવાદના બોપલમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. આગમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા, 22 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કમનસીબે મીનાબેન શાહ નામની એક મહિલાનું રેસ્ક્યુ દરમિયાન જ મૃત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ આ મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મૂકાયુ હતું, રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નિપજ્યું છે. મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડાયા છે, આગના કારણે કોઈ દઝ્યું કે ઇજાગ્રસ્ત ન હોવાનો ચેરમેને દાવો કર્યો છે. M બ્લોકના 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી,ઘટના બાદ હાલ M બ્લોક સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે . M બ્લોક ના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટી દ્વારા કરવામાં આવી છે.
#WATCH | Gujarat: A fire broke out at a 22-storey residential apartment in Ahmedabad's Bopal area. pic.twitter.com/LWJSWBcdoc
— ANI (@ANI) November 15, 2024
#WATCH | Fire Officer Mithun Mistry says, " A fire broke out on the 8th floor of Iscon Platinum...around 100 people were evacuated...one unconscious woman was sent to hospital. Fire has been brought under control..." pic.twitter.com/GQAj6JB24R
— ANI (@ANI) November 15, 2024
ઉલ્લેખનિય છે કે, ઈસ્કોન પ્લેટીનમના M બ્લોકમાં લાગી હતી, આ 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આગ ફટાકડાના કારણે લાગી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાના જાણ થતાં 50થી વધુ ફાયર જવાનોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયાલે લોકોને સહી સલામત રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચો