Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
થરાદમાંથી પોલીસે નશાના કારોબારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. વાવ-થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ પોલીસ દ્વારા રાજસ્થાન તરફ્થી આવતા વાહનોને થરાદની હદમાં પ્રવેશતાની સાથે વાહન ચેકિંગની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે ચેકિંગ દરમિયાન બાઈક પર એમડી ડ્રગ્સ લઈ આવતા બે શખ્સોને ઝડપી પાડ્યો હતા. ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો પાસેથી 27 ગ્રામ MD ડ્રગ્સ સહિત કુલ 6 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો, હાલમાં આ બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
થરાદમાંથી ફરી એકવાર નશીલા પદાર્થની હેરફેર કરનારા શખ્સોને પોલીસે દબોચી લીધા છે, વાવ-થરાદ નજીક ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ બન્ને નશાના સોદાગરો બાઈક પર જતા હતા તે સમયે પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધા અને તેમની પાસેથી 27 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. આરોપી શખ્સોનું નામ લીલા માજીરાણા અને રાજુ માજીરાણા છે, બન્ને આરોપીઓ પાસેથી પોલીસે કુલ 6 લાખ 45 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.



















