શોધખોળ કરો

Vijay Rupani: પાંજરાપોળની કરોડોની જમીનના કૌભાંડને લઈને પહેલીવાર બોલ્યા વિજય રૂપાણી, જાણો શું કર્યો ધડાકો

અમદાવાદ: પાંજરાપોળની જમીનના કથિત કૌભાંડ મામલે પૂર્વ સીએમ વિજય રુપાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાંજરાપોળની જમીન અંગે મારી વિરુદ્ધના સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે.

અમદાવાદ: પાંજરાપોળની જમીન કૌભાંડ મુદ્દે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજય પૂર્વ સીએમ રુપાણી પર આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ પૂર્વ સીએમએ આપ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદનએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપનું ખંડન  કરું છું. સોઈ જાટકીને વિરોધ કરી છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ,અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે કંઈ અમિતભાઈને યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.

6 ઓક્ટોબર 2020 ના રોજ મેં પોતે ઇન્કવાયરી નિમિ હતી. મેં પોતે આદેશ આપ્યા હતા કે લાંગા સામે ફરિયાદો આવે છે. જેથી કાર્યવાહી થવી જોઈએ. મે જ ઇન્ક્વાયરી કરી હોય તો હું થોડો એની સાથે હોઉં. પ્રથમ તો પાંજરાપોળની માલિકીની જમીનનો વિવાદ નથી. પાંજરાપોળની કોઈ જમીનમાં સરકારને લાગતું વળગતું નથી. અમિતભાઈ જીવ દયાના નામે લોકોને ઉશ્કેરવા માંગે છે. અમારી સરકારે આઈએએસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મને એવું લાગે છે કે કોંગ્રેસના નેતા અધિકારીઓને બચાવવા નીકળ્યા છે. ભાજપની સરકાર કોઈ ભ્રષ્ટાચારીને છોડવા માગતી નથી.

પાંજરાપોળની જમીનના કથિત કૌભાંડ મામલે પૂર્વ સીએમ વિજય રુપાણીએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પાંજરાપોળની જમીન અંગે મારી વિરુદ્ધના સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. તમને જણાવી દઈએ કે, તારીખ ૨૧ મે ૨૦૨૩ના રોજ દિવ્ય ભાસ્કર અખબારમાં પાંજરાપોળની જમીન અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સખત શબ્દોમાં રદિયો આપતા જણાવ્યું છે કે, પાંજરાપોળની જમીન અંગે મારા વિષે છપાયેલા સમાચાર તદ્દન પાયાવિહોણા અને સત્ય થી વેગળા છે. 

પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે

લાંગા જ્યારે કલેક્ટર હતા ત્યારે તેમની વિરુદ્ધ મળતી ફરિયાદોને આધારે તેમના વિરુદ્ધ ૦૬/૧૦/૨૦૨૦ના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારા દ્વારા તેમની વિરુદ્ધની ફરિયાદની ફાઈલમાં તપાસ અંગે હસ્તાક્ષર કરી નિવૃત્ત અધિકારી વિનય વ્યાસને તપાસ સોંપવામાં આવી હતી અને તેના આધારે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાલની સરકાર દ્વારા તપાસ કરાતા પ્રાથમિક રિપોર્ટ લાંગા વિરુદ્ધનો પ્રસિદ્ધ થયો છે. 

એસ કે લાંગા પોતાના વિરુદ્ધ થયેલ હુકમથી છંછેડાઈ, હાઈ પાવર કમિટીની જુઠ્ઠી વાતો ફેલાવીને સ્વબચાવ માટે અમોને રાજકીય રીતે બદનામ કરવાનો દ્વેષયુક્ત પ્રયાસ કરી રહ્યા છે. ખરેખર સચ્ચાઈ હોય તો પોતાના નામે પ્રસિદ્ધ કરવાની હિંમત કરો, અનામી પત્ર લખીને રાજકીય રીતે બદનામ કરવાની કુચેષ્ટા બંધ કરો.

લાંગાની વાત ઉપજાવી કાઢેલી અને તદ્દન જુઠ્ઠી છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, હાઈપાવર કમિટીની મિટિંગમાં ક્યારેય પાંજરાપોળની જમીન અંગે કોઈ ચર્ચા જ થઈ નથી. હાઈપાવર કમિટીની મીટીંગ નીતિવિષયક બાબતો માટે બોલાવવામાં આવે છે જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેતા હતા. આ બેઠક કોઈ વ્યક્તિગત કેસો માટે બોલાવવામાં આવતી નથી. માટે, પાંજરાપોળની જમીન અંગે હાઈપાવર કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હોવાની લાંગાની વાત ઉપજાવી કાઢેલી અને તદ્દન જુઠ્ઠી છે.

જમીન બાબતે ક્યારેય કોઈપણ મિટિંગ મળી જ નથી
 
પાંજરાપોળની જમીન બાબતે ક્યારેય કોઈપણ મિટિંગ મળી જ નથી. તેમ છતાં પોતાના પર લાગેલા આરોપોથી છૂટવા લાંગા મારા સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરકારના તમામ ઉચ્ચ પદાધિકારીઓ, પૂર્વ મહેસુલ મંત્રી કૌશિક પટેલને આ સાથે જોડવાનો બાલીશ પ્રયત્ન કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget