શોધખોળ કરો

Floating Restaurant: ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં જમવાનો કેટલો થશે ખર્ચ, શું હશે ટાઈમ ટેબલ, જાણો એક ક્લિકે સમગ્ર માહિતી

Floating Restaurant: આગામી 10 જુલાઈથી અમદાવાદના નાગરિકો માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને આ ભેટ આપી છે.

Floating Restaurant: આગામી 10 જુલાઈથી અમદાવાદના નાગરિકો માટે ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને આ ભેટ આપી છે. શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં આજથી એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ.

નાગરિકો સવારનું ભોજન અને સાંજનું ભોજન ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં કરી શકશે. બપોરના 12થી 1.20 અને 1.30થી  3 સુધી ભોજન પીરસવામાં આવશે. રાત્રીના સમયે 7થી 8.30 અને 9થી 10.30માં ભોજન પીરસવામાં આવશે. ભોજનના દર 1800 થી 2200 વચ્ચે રાખવા સંચાલકનો પ્રાથમિક નિર્ણય છે. આગામી સમયમાં Amcના શાસકો સાથે ચર્ચા કરીને ભાવ નક્કી કરાશે. ઓનલાઈન બુકીંગ માટે આગામી સમયમાં વેબસાઈટ પણ જાહેર કરવામાં આવશે.

સેફ્ટી જેકેટથી લઇને રેસ્ક્યૂ બૉટથી સુધીની ખાસ સુવિધાઓ

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદીઓને એક મોટી ભેટ આપી છે, શહેરની વચ્ચોવચથી પસાર થઇ રહેલી સાબરમતી નદીમાં આજથી એક ખાસ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને તરતી મુકવામાં આવી છે, આનું ઉદઘાટન અમિત શાહે વર્ચ્યૂઅલી કર્યુ હતુ, અને આ દરમિયાન તેમને સંબોધન કરતાં કહ્યું કે, હું અમદાવાદમાં આવીશ ત્યારે મારા ફેમિલી સાથે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં જમવા જઇશ. ખાસ વાત છે કે, આ રેસ્ટૉરન્ટ સાબરમતી નદીમાં તરતાં તરતાં ભોજન કરવાનો શાનદાર અનુભવ કરાવશે. આજથી અમદાવાદ શહેરને સબારમતી નદી પર ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટનું સુવિધા મળી છે, આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.

વર્ચ્યૂઅલી ઉદઘાટન દરમિયાન અમિત શાહે આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની ખાસિયતો વિશે પણ માહિતી આપી હતી, તેમને કહ્યું હતુ કે, AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે, ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગને હમેશા પ્રાધાન્ય અપાયું છે, દેશના બેસ્ટ ટુરિઝમ સેન્ટરમાં આજે ગુજરાત ટૉપ પર છે. મને પણ મન થયું છે કે હું મારા પરિવાર સાથે આ ક્રૂઝમાં ભોજન લેવા જઈશ, હું અમદાવાદ આવીશ એટલે મારા પરિવાર સાથે અચૂક જઇશ.

જાણો અહીં આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટમાં શું શું હશે....
હવે અમદાવાદની સાબરમતી નદીમાં આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટે તરતી દેખાશે. આ શહેરની પ્રથમ તરતી હૉટલ હશે. આ રેસ્ટૉરન્ટને 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, આમાં 150 લોકો ભોજન લઈ શકે એવી ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ગાંધીબ્રિજથી સરદારબ્રિજ સુધી નદીમાં મુસાફરી કરાવશે. જોકે, ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.

આ ક્રૂઝને કોર્પૉરેટ મીટિંગ અને ફેમિલી ગેટ ટુ ગેધર માટે ભાડે પણ આપવામાં આવશે, ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટની અંદર પણ ફર્નિચરને મૉર્ડન લૂક આપવામાં આવ્યો છે. સ્માર્ટ LED અને એરકન્ડિશન સુવિધાથી આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ સજ્જ હશે. ખાનગી એજન્સી પ્રતિ વર્ષ amc ને સાબરમતીના ઉપયોગ બદલ 45 લાખ ચૂકવશે. આ ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ ક્રૂઝના નિર્માણમાં કરોડોનો ખર્ચ થયો હતો, જેમાં SRFDCLને 45 લાખની વધારાની વાર્ષિક લાઇસન્સ ફી ચૂકવવામાં આવી હતી. આ ક્રૂઝ ફેબ્રુઆરીમાં વલસાડના ઉમરગામથી સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવ્યું હતું અને આને બનાવવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ ક્રૂઝની વિશેષતા જાણો: - 
1. બે માળની ક્રૂઝ-કમ-ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટ છે
2. પહેલા માળે એસી કેબિન અને ઉપરના માળે ખુલ્લી જગ્યા છે
3. એકસાથે 125 થી 150 લોકો બેસી શકે એવી ક્ષમતા છે
4. લાઈવ શૉ, સંગીત પાર્ટીઓ, જન્મદિવસની પાર્ટીઓ અને ઓફિસ મીટિંગ્સ સહિત મનોરંજન સુવિધાઓ પણ છે
5. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી એક રાઉન્ડ ટ્રીપમાં દોઢ કલાક લાગે છે.
6. સરદાર બ્રિજ અને અટલ બ્રિજ વચ્ચે ઘાટનું નિર્માણ છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget