શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ 5 જિલ્લામાં કોરોનાના ફક્ત એક-એક જ એક્ટિવ કેસ, ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત
છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, ડાંગ અને વલસાડ એમ આ પાંચ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં હજુ ચાર જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. કારણ કે આ જિલ્લાઓમાં માત્ર એક-એક કેસ જ એક્ટિવ રહ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે તાપી જિલ્લો કોરોના મુક્ત થતાં ગુજરાતમાં 6 જિલ્લા કોરોના મુક્ત થઈ ગયા છે. અમરેલી, તાપી, નર્મદા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા કોરોનામુક્ત છે. હવે આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી.
આ સિવાય છોટાઉદેપુર, કચ્છ, ગીર સોમનાથ, ડાંગ અને વલસાડ એમ આ પાંચ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 13 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હવે ફક્ત 1 વ્યક્તિ જ સારવાર હેઠળ છે. આ પછી કચ્છ જિલ્લામાં સાત કેસ છે, જેમાંથી એકનું મોત થયું છે અને 5 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.
અત્યાર સુધી ગીર સોમનાથ જિલ્લામાં તમામ 3 લોકો રિકવર થતાં એક પણ કેસ એક્ટિવ નહોતો, પરંતુ ફરીથી બે દિવસ પહેલા એક કેસ સામે આવ્યો છે. જોકે, આ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં હોય ચેપ ફેલાવાની શક્યતા લગભગ નથી. ડાંગમાં કોરોનાના બે કેસ નોંધાયા છે, જેમાંથી એક વ્યક્તિ સાજો થઈ ગયો છે. હવે એક જ વ્યક્તિ સારવાર હેઠળ છે.
વલસાડમાં કોરોનાના છ કેસો નોંધાયા છે, જેમાંથી 4 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે હવે એક જ એક્ટિવ કેસ રહ્યો છે. આ સિવાય જૂનાગઢ જિલ્લામાં માત્ર એક કેસ એક્ટિવ છે. તેમજ નવો કોઈ કેસ આવ્યો નથી. ત્યારે આ જિલ્લો પણ ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement