શોધખોળ કરો

ગુજરાતમાં અકસ્માતોની વણઝારઃ અલગ અલગ અકસ્માતમાં 4ના મોત, કયા કયા 5 સ્થળે થયા અકસ્માત?

ગુજરાતમાં આજે અલગ અલગ પાંચ અકસ્માત સર્જાયા હતા, જેમાં બે સુરેન્દ્રનગર, એક રાજકોટ, એક ખેડા અને એક અકસ્માત ભરુચમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળકી, બે મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં આજે અલગ અલગ અકસ્માતોમાં 2 વર્ષીય બાળકી અને બે મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઇજા થઈ છે. રાજકોટમાં ગોંડલ પોસ્ટ ઓફિસ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. પોસ્ટ ઓફિસ પાસે અજણ્યા વાહને એક્ટિવા ચાલક મહિલાને હડફેટે લીધી હતી. એક્ટિવા ચાલક મહિલા અને તેમની પુત્રી દૂધ લેવા માટે જતા હતા. એક્ટિવા ચાલક મહિલા ઇજાગ્રસ્ત અને બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ધ્યાની પીયુષભાઈ ડોબરીયા ઉ.વ. આશરે 2 વર્ષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અજણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. 

સુરેન્દ્રનગરમાં લીંબડી -  અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર જાખણના પાટીયા પાસે ફોર વ્હીલે મહિલાને ટક્કર મારી હતી. હાઇવે રોડ પર આવેલ સોમનાથ હોટલની નજીક આ બનાવ બનવા પામ્યો છે, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજયું છે. અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટથી આવેલ કારે જસીબેન ઠાકોર આશરે ઉંમર વર્ષ 38 છે, જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જસીબેન ઠાકોર અમદાવાદના વાસણા વિસ્તારના ખોડીયાર પાર્કના રહેવાશી છે, ત્યારે જસીબેન સંઘ સાથે અમદાવાદથી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા.

સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો, જેમાં જસીબેનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું, ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરમાં  ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ચાલુ છકડો રીક્ષામાંથી મજુર મહિલા નીચે પટકાતા મોત નીપજ્યું હતું.  ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામ તરફથી પ્લાસ્ટિક તથા પોલીથીન એકઠું કરવાનું કામ કરતા અને મૂળ ધ્રાંગધામા રહેતા મહિલાનું મોત નીપજ્યું છે.  લાડુબેન ભીખાભાઈ સલાડ ઉંમર વર્ષ આશરે ૪૫ જેવું પ્લાસ્ટિક એકઠું કરી  છકડો રિક્ષામાં કુડા ગામ તરફથી પોતાના ઘર આવતા અકસ્માતે મોત નીપજ્યું છે.  ધ્રાંગધ્રા માલવણ હાઇવે કુડા ચોકડી નજીક ચાલુ છકડો રીક્ષા એથી આધેડ મહિલા નીચે પટકાઈ હતી. માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધ્રાગધા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસે એ.ડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રકની પાછળ આઇસર ઘૂસી જતાં એકનું મોત થયું છે, જ્યારે એક ઘાયલ થઈ છે. નડિયાદ પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.  સાઈડમાં ઉભી રહેલ ટ્રકની પાછળ આઇસર ઘુસી જતા આઇસર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

ભરૂચમાં વાલિયા તાલુકાના ચમરીયા ગામ નજીક પિક અપવેન પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 15 લોકોને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવGujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપAhmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલFake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
શું એન્જીયોગ્રાફી ટેસ્ટને કારણે હાર્ટ એટેક આવી શકે છે? જાણો સાચો જવાબ
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Embed widget