Gujarat AAP CM Candidate : કેજરીવાલે કરી આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત, જાણો કોણ બન્યું?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી.
Gujarat AAP CM Candidate : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે 2 કલાકે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. દિલ્લીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી હતી.
કેજરીવાલે કહ્યું કે, આજે અમે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો નહીં, પરંતુ ગુજરાતના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી રહ્યા છીએ.
આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.
29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.
મુખ્યમંત્રી પદ માટે આ નામ હતા રેસમાંઃ
અરવિંદ કેજરીવાલે લોકોને 3 નવેમ્બર સુધીમાં પોતાનો અભિપ્રાય આપવા કહ્યું હતું. તેના આધારે 4 નવેમ્બરે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પદની રેસમાં AAP નેતાઓમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી અને મહાસચિવ મનોજ સોરઠિયાનો સમાવેશ થાય છે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
Gujarat Election 2022 : 'એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરાની ઘોષણા કરે તે હાસ્યાસ્પદ'
Gujarat Assembly Election 2022: આજે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરશે. કેજરીવાલ શુક્રવારે રાજ્યના લોકોના અભિપ્રાયના આધારે તેમની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારના નામની જાહેરાત કરશે. ત્યારે ભાજપની આપના મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાતને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.
ગુજરાતીમાં બોલીને ગુજરાતીઓના મત મેળવવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમારી કેબીનમાં કેમ ગાંધીજી અને સરદારજીની પ્રતિમા ના હતી? તેઓ સવાલ ભાજપ નેતા ભરત ડાંગરે ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 8મી ડિસેમ્બરે કમળ ખીલશે. જ્યારે ભાજપના નેતા ઋત્વિજ પટેલે કહ્યું કે, સમાજ બધા જ ચહેરાને જોઈ રહ્યો છે. એક બેઠક નથી મળવાની તેઓ સીએમ પદના ચહેરાની ઘોષણા કરે તે હાસ્યાસ્પદ.
Gujarat Election 2022 : આપ અલ્પેશ કથીરિયાને કઈ બેઠક પરથી ઉતારી શકે છે મેદાનમાં, કોની ટિકિટ કપાશે?
Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથીરિયાના ચૂંટણી લડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરીયાને ગોંડલથી ચૂંટણી લડાવે તેવી શક્યતા છે.
કથીરિયા ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આમ આદમી પાર્ટીએ ગોંડલ બેઠક પર મનીષા ખૂંટનું નામ જાહેર કર્યું તેમાં બદલાવ આવે તેવી શકયતા છે. ગોંડલ બેઠક પર પાટીદાર મતદારો નિર્ણાયક છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રૂપ પણ અલ્પેશ કથીરીયાના સમર્થનમાં આવી શકે છે.