શોધખોળ કરો
કોલકાતામાં વર્ષ 2002માં થયેલા આતંકી હુમલાના આરોપીની ગુજરાત ATS એ કરી ધરપકડ

અમદાવાદ: વર્ષ ૨૦૦૨ માં કોલકાત્તા માં અમેરિકન કાઉન્સીલેટ સેન્ટર ખાતે થયેલા આતંકવાદી હુમલાનાં ફરાર આરોપી ની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે . ઝડપાયેલ આરોપી હસન ઈમામ આતંકીસંગઠનો સાથે હજુ પણ સંકળાયેલો હતો કે કેમ એ દિશામાં પોલીસ તાપસ હાથ ધરી છે. કોલકાત્તામાં થયેલા આતંકી હુમલામાં કેટલાય વર્ષો થી ફરાર આરોપી હસન ઈમામની ગુજરાત એટીએસ ઓરંગાબાદ થી ધરપકડ કરવામાં આવી છે . આરોપી કોલકાતામાં આતંકી હુમલો કર્યા બાદ ઓરન્ગાબાદ માં નામ બદલી ને રહેતો અને ગારમેન્ટ નો ધંધો કરી રહ્યો હતો .હસન ઈમામાં કલકતા આતંકી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હસન ઈમામ એ અન્ય આરોપીઓ ને આસરો આપી હુમાલા ને અંજામ આપ્યો હતો. આરોપી હસન નું ગુજરાત કનેક્સન નીકળતા એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે .દેશમાં આતંકી પ્રવત્તિ ફેલવા માટે વર્ષ ૨૦૦૦ માં રાજકોટ નાં બે વેપારી ભાસ્કર પરેશનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણીની માંગ કરવામાં આવી હતી. જે કેસ માં પોલીસ દ્વારા મુખ્ય આરોપી અસીફ રજા નું એન્કાઉનટર કરવામાં આવ્યું હતું . આં એન્કાઉન્ટર નો બદલો લેવા આરોપીઓ દ્વારા અસીફ રજા કમાન્ડો ફોર્સ નામનો આતંકી સંગઠન બનવામાં આવ્યુ હતું . અને ભાસ્કર પરેશ કેસ માં ગુજરાત પોલીસ ને કોલકાતા પોલીસે મદદ કરી હોવાની શંકાએ કોલકાતામાં આ આતંકી હુમલો કર્યો હતો ...
વધુ વાંચો





















