શોધખોળ કરો
Advertisement
ધારી બેઠક પર કોંગ્રેસના દાવેદાર જેની ઠુમ્મરે ટિકિટને લઈને શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
ઉમેદવાર જાહેર થયા પહેલા ધારી બેઠક પેટાચૂંટણી પરના કોંગ્રેસના દાવેદાર જેની ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે કે, પાર્ટી હાઇકમાન્ડ જેમને ટિકિટ આપશે તેમાં મારી સહમતી હશે.
અમદાવાદઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. અમરેલીની ધારી બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી જે.વી. કાકડિયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે કોંગ્રેસમાંથી વિરજી ઠુમ્મરે તેમની દીકરી જેની ઠુમ્મર માટે ટિકિટની માંગણી કરી છે અને તે કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર પણ માનવામાં આવે છે, ત્યારે તેમણે કોંગ્રેસમાંથી ટિકિટને લઈને પ્રતિક્રિયા આપી છે.
ઉમેદવાર જાહેર થયા પહેલા ધારી બેઠક પેટાચૂંટણી પરના કોંગ્રેસના દાવેદાર જેની ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે કે, પાર્ટી હાઇકમાન્ડ જેમને ટિકિટ આપશે તેમાં મારી સહમતી હશે. કોંગ્રેસની સૈનિક તરીકે હાઇકમાન્ડ જે નિર્ણય કરે તે માન્ય રાખવાનો હોય છે. જે.વી.કાકડીયાને અંદર ખાને કહી દેવાયું હશે તેથી તેઓ પ્રચારમાં લાગી ગયા હશે. પ્રજાના પ્રશ્નો અનેક છે. વેપારીઓ મુસીબતમાં છે, વિદ્યાર્થીઓની ફી માફીનો પ્રશ્ન છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પરેશાન છે. આ તમામ મુદ્દાઓ મહત્વના રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement