શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરેન્દ્રનગરની લીંબડી બેઠક જીતવા માટે કોંગ્રેસે શું અપનાવી વ્યૂહરચના? જાણો વિગત
ગુજરાત કોંગ્રેસે આઠ વિધાનસભાની પેટા ચુંટણીના ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપ્યો છે. આઠ પૈકી ૬ બેઠક પર ૨ નામ અને બે બેઠક પર ત્રણ નામ સ્ક્રીનીંગ સમિતિમાં મોકલ્યા છે.
અમદાવાદઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ગુજરાત કોંગ્રેસે આઠ વિધાનસભાની પેટા ચુંટણીના ઉમેદવાર પસંદગીને આખરી ઓપ આપ્યો છે. આઠ પૈકી ૬ બેઠક પર ૨ નામ અને બે બેઠક પર ત્રણ નામ સ્ક્રીનીંગ સમિતિમાં મોકલ્યા છે. બે દિવસમાં મળનારી સ્ક્રીનીગ સમિતિમાં આઠ બેઠકના ૧૮ દાવેદારો પર ચર્ચા થશે. સ્ક્રીંનીગ સમિતિમાં ચર્ચા બાદ નક્કી થયેલ ઉમેદવારના નામ સેન્ટ્રલ ઇલેક્શન સમિતિને મોકલાશે. જોકે, ભાજપ કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે.
લીંબડી બેઠકની વાત કરીએ તો, સોમાભાઈ કોળી પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. લીંબડી બેઠક પર ક્ષત્રિય વર્સીસ કોળીની રણનિતિ પર કોંગ્રેસની વિચારણા છે. ભાજપ કિરિટસિંહ રાણાને મેદાને ઉતારશે તો કોંગ્રેસ કોળી નેતા કલ્પના મકવાણાને ટીકીટ આપશે. જો ભાજપ કોળી નેતાને ટીકીટ આપશે તો કોંર્ગ્રલ ભગીરથસિંહ અથવા ચેતન ખાચરની પસંદગી કરશે.
લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત 3 નામોની લીંબડી બેઠક માટે પેનલ બનાવવામાં આવી છે. જેમાં મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન ધાડવી અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડનું નામ પણ પેનલમાં છે. સોમાભાઈ પટેલનો વિકલ્પ પણ ભાજપ પ્રવેશ બાદ નકારી ન શકાય.
જ્યારે ધારી બેઠક પર જો ભાજપ મહિલા ઉમેદવાર પસંદ કરે તો કોંગ્રેસ જેની ઠુમ્મરને મેદાને ઉતારી શકે છે.
કઇ બેઠક પર કયા નામ થયા નક્કી જાણો
ગઢડા
મોહન સોલંકી
બીજે સોસા
અબડાસા
રાજેશ આહિર
શાંતિલાલ સાંધાણી
મોરબી
કિશોર ચિખલીયા
જયંતી જેરાજ પટેલ
લીંબડી
ચેતન ખાચર
ભગીરથ સિંહ રાણા
કલ્પના બેન મકવાણા
ધારી
સુરેશ કોટડીયા
ડો કિર્તી બોરીસાગર
જેની ઠુમ્મર
કરજણ
કિરીટ સિંહ જાડેજા
ધર્મેશ પટેલ
કપરાડા
બાબુ વર્થા
હરીશ પટેલ
ડાંગ
ચંદર ગાવિત
સુર્યકાન્ત ગાવિત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion