Happy Birthday Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 61માં જન્મદિવસે ત્રિમંદિર ખાતે કર્યા દર્શન, જાણો તેમના જીવનની અજાણી વાતો
Happy Birthday Gujarat CM: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમનો 61મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પણ તેમણે ત્રિમંદિર ખાતે દર્શન કર્યા.
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે તેમનો 61મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. આ અવસર પણ તેમણે ત્રિમંદિર ખાતે દર્શન કર્યા. તેમણે સીમંધર ભગવાનના આશીર્વાદ લઈ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે પ્રાથના કરી. મુખ્યમંત્રી આજે તેમના જન્મદિને અનેક સેવાકીય કર્યો કરી ઉજવણી કરશે.
અમિત શહે પાઠવી શુભકામના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને તેમને શુભકામના પાઠવી. અમિત શાહે લખ્યું, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભકામનાઓ. મોદીજીના માર્ગદર્શનમાં આપ રાજ્યની વિકાસયાત્રાને અવિરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો તેમજ વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છો. આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે કામના કરુ છું.
ગુજરાતના મુખ્યમંત્રી @Bhupendrapbjp જીને જન્મદિવસની શુભકામનાઓ.
મોદીજીના માર્ગદર્શનમાં આપ રાજ્યની વિકાસયાત્રાને અવિરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છો તેમજ વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છો. આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન માટે કામના…— Amit Shah (@AmitShah) July 15, 2023
ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.
મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા. આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે. 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા. પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા હતા ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા. 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો હતો. 2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.
#WATCH | Gujarat CM Bhupendra Patel offers prayers at Adalaj Trimandir on the occasion of his birthday today pic.twitter.com/RCdeeLRw7V
— ANI (@ANI) July 15, 2023