શોધખોળ કરો
Rain: અમદાવાદમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા, એક દિવસમાં સાત ઇંચ પડતા રોડ બન્યા નદી
અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ધોધમાર વરસાદથી અમદાવાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર
1/7

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, આજે અમદાવાદમાં સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
2/7

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટે અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના સીટીએમ, હાટકેશ્વર જળબંબાકાર થયા હતા. અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
3/7

નારોલ, નરોડા, નિકોલ, ઠક્કરબાપાનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અમદાવાદમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા. છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં સરેરાશ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગરથી શ્યામલ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો.
4/7

શાહીબાગ, એયરપોર્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અસારવા, કાલુપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા હતા. મેમ્કો, બાપુનગર,આનંદનગર સૌથી અસરગ્રસ્ત વિસ્તાર રહ્યા હતા.
5/7

તે સિવાય જમાલપુર, માણેકબાગ, પાલડી, વેજલપુરમાં પાણી ભરાતા હતા. અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરાયા હતા.
6/7

ગાંધીનગરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
7/7

એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, શિવરંજની, નહેરુનગર, શાહપુર, એલીસબ્રિજ, સરખેજ, વેજલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિઝિબિલિટી ઓછી થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Published at : 26 Aug 2024 04:37 PM (IST)
આગળ જુઓ





















