(Source: ECI/ABP News/ABP Majha)
'ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે, અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે '
કોંગ્રેસના ધારાસભ્ય ઇમારન ખેડાવાલાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કોઈ હવે ભાજપમાં જશે નહિ, અગાઉ ગયેલા અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે. ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ તેમની ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે.
અમદાવાદઃ રાજસ્થાનના MLA સંયમ લોઢાના કોંગ્રેસ તૂટવાના સંકેત પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા અને લાખા ભરવાડે કોંગ્રેસ અકબંધ હોવાનો દાવો કર્યો છે. લોઢાને માહિતી મળી હશે તે મુજબ તેમણે ટ્વીટ કર્યું હશે, તેમ ભરવાડે જણાવ્યું હતું. તેમમે કહ્યું કે, અમારા તમામ ધારાસભ્યો અકબંધ છે, હાલ કોંગ્રેસ કોઈ રીતે તૂટે તેવું લાગતું નથી.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમારન ખેડાવાલાએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કોઈ હવે ભાજપમાં જશે નહિ, અગાઉ ગયેલા અમારી બાજુ આંટાફેરા કરી રહ્યા છે. ભાજપના કેટલાય પૂર્વ મંત્રીઓ તેમની ટિકિટ અને બેઠક બચાવવા કસરત કરે છે. સી આર પાટિલ ભાજપના મોટા ગજાના નેતાઓની ટીકીટ કાપી રહ્યા છે. લોઢાએ ટ્વીટ કર્યું છે તે તેમની માહિતી પ્રમાણે હશે, મને વિશ્વાસ છે અમારા ધારાસભ્યો અકબંધ છે.
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ચૂંટણી અધિકારીએ નોંધાવી ફરિયાદ? જાણો શું થઈ ફરિયાદ?
ધાનેરાઃ બનાસકાંઠામાં ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નથાભાઈ પટેલ સામે ફરિયાદ થઈ છે. ચૂંટણી અધિકારી એફ.એમ. બાબીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નથાભાઈ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરવામાં આવેલ સોગંધનામામાં ખોટી હકીકતો દર્શાવી ખોટું સોગંધનામું રજૂ કરતા ફરિયાદ નોંધાઈ. ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Gandhinagar : રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ થયા છે અને આજે 19 માર્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોલવડા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. જળ આત્મનિર્ભરતા દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવા તેમણે પ્રેરણા આપી હતી.
રાજ્યમાં જળ અભિયાનના ચાર તબક્કા પૂર્ણ
રાજ્યમાં આ જળ અભિયાનના ચાર તબક્કા જન સહયોગથી જવલંત સફળતાને વર્યા છે. વર્ષ 2018 થી વર્ષ 2021 ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56689 કામો થયા છે. 21402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 1204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું
આ અભિયાનના પ્રારંભ અવસરે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ઉપમેયર પ્રેમલસિંહ ગોલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપ ભાઈ,મુખ્ય સચિવ પંકજ કુમાર, તેમજ શહેર અને જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, જળ સંપત્તિ સચિવ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.