શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના ક્યા બે મુસ્લિમ નેતાને સોનિયા ગાંધીએ બંગાળની ચૂંટણીમાં સોંપી મહત્વની જવાબદારી ?
અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બંગાળ ઈલેક્શનમાં ઉત્તર દિનાજપુરના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.

ફાઇલ ફોટો.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નેતાઓને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાઈકમાન્ડ દ્વારા જવાબદારીઓ સોંપાઈ રહી છે. આ પૈકી અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને બંગાળ ઈલેક્શનમાં ઉત્તર દિનાજપુરના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાણીલીમડા વિસ્તારના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણને પણ 24 પરગણાની જવાબદારી સોપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના નેતા કૈલાસ ગઢવીને પશ્ચિમ બંગાળમાં ઓબ્ઝર્વર બનાવાયા છે. રસપ્રદ વાત એ છે કે, ગઢવીએ થોડા સમય પહેલાં કોંગ્રેસમાથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપીને પક્ષ છોડનારા ગઢવીન કોંગ્રેસ દ્વારા બંગાળમાં સાઉથ કલકત્તાની જવાબદારી સોંપાઈ છે. કૈલાસ ગઢવીને સાઉથ કલકત્તાના ઓબ્ઝર્વર બનાવાયા હતા. થોડા સમય પહેલા ગઢવીએ ગુજરાત કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ આપ્યું ત્યારે કોંગ્રેસની નેતાગીરી સામે આક્ષેપો પણ કર્યા હતા.
વધુ વાંચો





















