શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાનો કાળો કેરઃ પ્રતિ મિનિટે કેટલા કેસ નોંધાઈ રહ્યા છે? એક જ અઠવાડિયામાં એક્ટિવ કેસ થયા બમણા

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના એક દિવસમાં રેકોર્ડ બ્રેક 17 હજારથી વધુ કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થયા પછી પહેલીવાર એક દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાયા હતા. હવે આ સ્થિતિમાં ગુજરાતમાં પ્રતિ મિનિટે 12 વ્યક્તિ કોરોના પોઝિટીવ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસો બમણા થઈ ગયા છે. 

ગુજરાતના રેકોર્ડબ્રેક દૈનિક કેસોની વાત કરીએ તો ગઈ કાલે 18 જાન્યુઆરીએ 17,119 કેસ નોંધાયા હતા. આ પહેલા ગત 30 એપ્રિલ 2021ના દિવસે 14,605, 27 એપ્રિલે 2021એ 14,352, 26 એપ્રિલે 14,340 હાઈએસ્ટ કેસો નોંધાયા હતા. તો 29 એપ્રિલ 2021એ 14,327 અને 28 એપ્રિલે 2021એ 14,120 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5998, સુરત કોર્પોરેશનમાં 3563,  વડોદરા   કોર્પોરેશનમાં 1539,  રાજકોટ કોર્પોરેશનમાં 1336,  સુરતમાં 423,  ગાંધીનગર કોર્પોરેશનમાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 399, મોરબી 318, વલસાડ 310, જામનગર કોર્પોરેશન 252, મહેસાણા 240, નવસારી 211, ભરુચ 206, કચ્છ 175, બનાસકાંઠા 163, વડોદરા 131, રાજકોટ 125, પાટણ 119, જૂનાગઢ કોર્પોરેશન 116, ભાવનગર 102, જામનગર 102, ખેડા 85, અમદાવાદ 80, સુરેન્દ્રનગર 78, અમરેલી 76, ગાંધીનગર 74, આણંદ 65, દાહોદ 62, સાબરકાંઠા 51, નર્મદા 48, પંચમહાલ 45, ગીર સોમનાથ 42, મહીસાગર 39, દેવભૂમિ દ્વારકા 34, પોરબંદર 30, તાપી 30, જૂનાગઢ 15, બોટાદ 12, અરવલ્લી 10, છોટા ઉદેપુર 3 અને ડાંગમાં 3 કેસ નોંધાયા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત  કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં  એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 415 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8068 લોકોને પ્રથમ અને 36606 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 43302 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 104040 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 57420 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 67229 લોકોને અપાયો છે.  આજે કુલ 3,17,089 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,53,79,500 લોકોને રસી અપાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget