શોધખોળ કરો

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે 8 જિલ્લા માટે મોટા રાહતના સમાચાર, બે જિલ્લા તો ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત

રાજ્યમાં ડાંગમાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસો છે. આ પછી તાપીમાં 6, પોરબંદરમાં 13, વલસાડમાં 21, સાબરકાંઠામાં 30, મહીસાગરમાં 44, નવસારીમાં 45 અને અરવલ્લીમાં 47 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ઓક્ટોબર મહિનાની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસો અને એક્ટિવ કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના આઠ જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ આઠ જિલ્લામાં 50થી પણ ઓછા એક્ટિવ કેસો છે. જ્યારે બે જિલ્લામાં તો 10થી ઓછા એક્ટિવ કેસો છે. ત્યારે આ બે જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. રાજ્યમાં ડાંગમાં સૌથી ઓછા 4 એક્ટિવ કેસો છે. આ પછી તાપીમાં 6, પોરબંદરમાં 13, વલસાડમાં 21, સાબરકાંઠામાં 30, મહીસાગરમાં 44, નવસારીમાં 45 અને અરવલ્લીમાં 47 એક્ટિવ કેસો છે. ડાંગ અને તાપી જિલ્લો ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. આ સિવાયના જિલ્લાઓન વાત કરીએ તો આણંદમાં 56, ખેડા 81, ભાવનગરમાં 91, છોટાઉદેપુર 98 અને બનાસકાંઠામાં 100 એક્ટિવ કેસો છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 100થી વધુ એક્ટિવ કેસો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રાજ્યમાં 992 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3698 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,487 એક્ટિવ કેસ છે, જ્યારે 1,51,88 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,423 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,69,093 પર પહોંચી છે. રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 મળી 5 લોકોનાં કરૂણ મોત થયા હતા. સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 75, સુરતમાં 62, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરામાં 39, મહેસાણામાં 35, પાટણમાં 33, રાજકોટમાં 28, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, સાબરકાંઠામાં 25, ભરૂચમા 20, ગાંધીનગરમાં 20, સુરેન્દ્રનગરમાં 18, અમરેલી અને બનાસકાંઠામાં 17-17 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 1238 દર્દી સાજા થયા હતા અને 51,927 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,45,715 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.84 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,719 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,502 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 217 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget