શોધખોળ કરો
ગુજરાતના 5 જિલ્લામાં કોરોનાના કેસો હજુ નથી પહોંચ્યા બે આંકડે, 13 જિલ્લામાં એક પણ મોત નહીં, જાણો વિગત
ગુજરાતમાં 5 જિલ્લા એવાં છે, જ્યાં હજુ કેસોની સંખ્યા બે આંકડામાં પહોંચી નથી. અમરેલીમાં 8, ડાંગમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 7 અને તાપીમાં 6 કેસ છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં 5 જિલ્લા એવાં છે, જ્યાં હજુ કેસોની સંખ્યા બે આંકડામાં પહોંચી નથી. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં 8, ડાંગમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 7 અને તાપીમાં 6 કેસ છે. અમરેલીની વાત કરીએ તો તમામ 8 દર્દીઓ સારવાર હેઠળ છે. ડાંગમાં 2 કેસ નોંધાયા હતા. જોકે, બંને રીકવર થઈ ગયા છે. મોરબીમાં 3 કેસમાંથી બે રીકવર થઈ ગયા છે. જ્યારે એક વ્યકિત સારવાર હેઠળ છે. પોરબંદરમાં 7 કેસમાંથી 4 રીકવર થઈ ગયા છે. જ્યારે 3 સારવાર હેઠળ છે અને તાપીમાં 6 કેસમાંથી 2 રીકવર થયા છે, જ્યારે 4 સારવાર હેઠળ છે. ગુજરાતમાં 13 જિલ્લા એવાં છે, જ્યાં હજુ સુધી એક પણ દર્દીનું મોત થયું નથી. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયું નથી. નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય. રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતા. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે.
વધુ વાંચો





















