Gujarat Coronavirus : ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવતા કઈ સરકારી ભરતી માટેની ફિઝિકલ એક્ઝામ પાછી ઠેલવાની ઉઠી માંગ?
હવે PI- PSIની ફિઝિકલ એક્ઝામ પાછી ઠેલવાની મહિલા ઉમેદવારોએ પણ માગણી કરી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા ન લેવા મહિલા ઉમેદવારોની માગણી છે. પરીક્ષા માટેની તૈયારીમાં હાલ તકલીફ પડી રહી હોવાનો દાવો કરાયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના(Gujarat Corona)એ ફરી એકવાર ઉથલો માર્યો છે, ત્યારે હવે PI- PSIની ફિઝિકલ એક્ઝામ પાછી ઠેલવાની મહિલા ઉમેદવારોએ પણ માગણી કરી છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે પરીક્ષા ન લેવા મહિલા ઉમેદવારોની માગણી છે. પરીક્ષા માટેની તૈયારીમાં હાલ તકલીફ પડી રહી હોવાનો દાવો કરાયો છે.
પરીક્ષા સમયે ગ્રાઉન્ડ પરથી સંક્રમણ ફેલાવાની મહિલા ઉમેદવારોને ભીતિ છે. તૈયારી માટે પણ ઓછો સમય મળ્યાનો મહિલા ઉમેદવારોનો દાવો છે. ફિઝિકલ એક્ઝામ (Physical exam) માટે માસ્ક મુસીબત બન્યાનું મહિલા ઉમેદવારોનું કહેવું છે. કોરોના સંક્રમણ ઘટે ત્યારે પરીક્ષા યોજવા મહિલા ઉમેદવારોની રજુઆત છે.
ગુજરાતમાં કોરોના (Gujarat Corona)એ ફરી એકવાર ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદ(Ahmedabad)માં પણ કોરોના બન્યો બેકાબુ બન્યો છે. શહેરમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ સંક્રમણ વધતા જીમ બંધ કરાવ્યા છે, તો બીજી તરફ કલબમાં કોરોના સંક્રમણ વધ્યું છે. શહેરની નામાંકિત કર્ણાવતી કલબ (Karnavati Club)માં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફરી કર્ણાવતી કલબમાં બે કર્મચારીઓ સંક્રમિત થયા છે. અગાઉ પણ કલબના સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા.
અમદાવાદઃ બાળકોમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, જાણો 11 વર્ષથી નાના કેટલાક બાળકોને કોરોના થયો
અમદાવાદમાં બાળકોમાં કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ 11 વર્ષથી નાના છ બાળકોને કોરોના થયો છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં કોરોના પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540 પર પહોંચ્યો છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે.
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારને સાવચેત રહેવાની જરુર છે. કેમ કે અમદાવાદ ગ્રામ્યમાં ધીમે ધીમે કોરોના સંક્રમણમાં વધારો થયો છે. અમદાવાદ ગ્રામ્યમાં ઓક્ટોબર 2020થી માર્ચ 2021 સુધી દરરોજ 2થી 3 કેસ આવતા હતા. પરંતુ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી દૈનિક 10થી 12 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યુ કે, અગાઉ અમદાવાદ ગ્રામ્યમાં દરરોજ 300 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. પરંતુ હવે 1500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે અને તેમા પણ ખાસ કરીને આરટીપીસીઆર ટેસ્ટ પર ભાર મુકવામાં આવતા કેસમાં વધારો થયો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
એક્ટિવ કેસ 13 હજારને પાર
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3, રાજકોટ કોર્પોરેશન(RMC)માં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 11 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4539 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 621, સુરત કોર્પોરેશનમાં 506, વડોદરા કોર્પોરેશનમાં 322, રાજકોટ કોર્પોરેશનમાં 262, સુરત 138, વડોદરા 53, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશન-43, મહેસાણા-43, પાટણ 42, મહીસાગર-38, જામનગર કોર્પોરેશન -33, ખેડા-32, બનાસકાંઠા 30, ગાંધીનગર 29, જામનગર 27, પંચમહાલ 27, ગાંધીનગર કોર્પોરેશન 26, કચ્છ 25, દાહોદ 24, નર્મદા 23, આણંદ 22, મોરબી-22, અમરેલી-21, વલસાડ-21, સુરેન્દ્રનગર-19, ભાવનગરમાં 17, સાબરકાંઠા 17, ભરૂચ 16 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2066 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,94,650 છે.