Gujarat Election 2022: અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા
અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો
અમદાવાદઃ અમદાવાદમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો. અમદાવાદના અસારવામાં અમિત શાહનો રોડ શો યોજાયો હતો. અસારવાથી શરૂ થઈ મેઘાણીનગર સુધી રોડ શો યોજાયો હતો. અમિત શાહના આ રોડ શોમાં કેબિનેટ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અસારવા ખાતે ઉમટ્યા હતા.
Massive crowd here at the roadshow in the Asarwa assembly. Watch live!#આવશે_ભાજપ_ફાવશે_ભાજપ https://t.co/ZOoXodXiKV
— Amit Shah (@AmitShah) November 30, 2022
અમિત શાહે અસારવામાં ભાજપ ઉમેદવાર દર્શનાબહેન વાઘેલાના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ રોડ શોમાં જોડાયા હતા. રોડ શો પહેલાં અમિત શાહે BAPSના વડા મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. તો આજે સવારે અમિત શાહે મહીસાગરના કડાણામાં સભા સંબોધી હતી. જેમાં આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસના શાસનમાં આદિવાસીઓ સાથે અન્યાય થયો છે.
आज अहमदाबाद में BAPS स्वामीनारायण संस्था के परम पूज्य महंत स्वामी महाराज जी से भेंट कर उनका आशीर्वाद लिया।
— Amit Shah (@AmitShah) November 30, 2022
આજે અમદાવાદ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજય મહંત સ્વામી મહારાજજીને મળી તેમના આશીર્વાદ લીધા. pic.twitter.com/rhX19JNDe2
GUJARAT ELECTIONS 2022: PM મોદીની જાહેરસભાની લઈને કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું, અનેક રૂટ કરાયા ડાયવર્ટ
GUJARAT ELECTIONS 2022: બીજા તબક્કાના મતદાનને લઈને પીએમ મોદી ફરી ચૂંટણી પ્રસારમાં સક્રીય થયા છે. આવતીકાલે પીએમ મોદી ફરી સભા ગજવશે. પંચમહાલના કાલોલનાં બેઢિયા ખાતે આવતીકાલે પીએમ મોદીની જાહેરસભા યોજાવાની છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈ અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગોધરા વડોદરા હાઈવે પરનાં વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરવાની માહિતી સામે આવી છે. આવતીકાલે સવારના 10થી બપોરના 2 વાગ્યા સુઘી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વડોદરાથી ગોધરા તરફ જતાં ભારે વાહનોને જરોદ ગામથી સાવલી, ઉદલપુર, પંડ્યાપુરા, ફાટક ઍકસઠ પાટિયાથી અમદાવાદ ઈન્દોર હાઈવેના વાવડી ટોલ નાકા પસાર કરી ગોધરા આવવાનું રહેશે. ગોધરાથી વડોદરા જતાં વાહનો બામરોલી, દામાવાવ રાજગઢ વડા તળાવ જેપુરા થઈને હાલોલથી વડોદરા જઈ શકશે. સવારના 6થી સાંજના 6 સુધી વાહનો અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયા છે